ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ એક શાળાની મુલાકાત દરમિયાન ટોયલેટ ગંદુ જણાતા જાતેજ સફાઈ ચાલુ કરી દેતા લોકો જોતાજ રહી ગયા હતા.
અગાઉના સમયમાં મોટાભાગે શાળામાં સફાઈ,પાણીનું માટલું,શણગાર વગરે વિદ્યાર્થીઓ જાતેજ કરતા હતા અને ગાંધીજીના વિચારો મુજબ શાળામાં સફાઈ કાર્યમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતાના પાઠ શીખતા હતા જોકે,હાલના સમયમાં તે કામ હવે વિદ્યાર્થીઓ પાસે કરાવાતુ નથી તેવા સમયે ફરી એકવાર એવું દ્રશ્ય સામે આવ્યું જે જોઈ ઉપસ્થિતો જોતાંજ રહી ગયા હતા.
કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મંત્રી પાનસૂરિયા મુલાકાતે પહોંચ્યા હતા,જ્યાં તેઓએ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી. અને શાળામાં સ્વચ્છતા અને સાફ-સફાઈને લઈ રાજ્યમાં અનોખો મેસેજ આપ્યો હતો.