હાલમાં રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ થતાં વ્યાજખોરોમાં ભારે ફફડાટ ફેંલાયો છે તેવે સમયે વડોદરાનો વ્યાજખોર પ્રણવ ત્રિવેદી ભાજપ સાથે નાતો ધરાવતો હોવા છતાં પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરી પાસામાં ધકેલી દીધો છે.
ગત જુલાઈ માસમાં પ્રણવ અને તેના પિતા રક્ષેશ ત્રિવેદીએ વેપારીને વ્યાજની કડક ઉઘરાણી કરી રિવોલ્વર બતાવી ધમકી આપ્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયા બાદ તે મામલો નામદાર કોર્ટમાં પહોંચ્યો છે.
રક્ષેસ ત્રિવેદી અને પુત્ર પ્રણવ કોઠી કચેરી પાસે આનંદપુરામાંથી વ્યાજનો કારોબાર ચલાવતા હતા.
ગોત્રીમાં રહેતા શિરીષ મોહિતે આ ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરતા તેઓ વિવાદમાં આવ્યા હતા.
પિતા-પુત્ર ગેંડા સર્કલ પાસે કે-10 બિલ્ડિંગ ખાતેની ઓફિસ ખોલી હતી અને હિસાબના કાગળો અને ડાયરી સંતાડવા ગુપ્ત ખાનું બાથરૂમમાં બનાવ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચ આ મામલાની તપાસ ચાલી હતી.
ફરિયાદમાં જણાવાયું કે, 2016માં ત્રિવેદી પિતા-પુત્ર પાસેથી 5 લાખની લોન લીધી હતી અને 13 કોરા ચેક આપ્યા હતા.
2019 સુધીમાં 32 લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવ્યા હતા છતાં મોટી રકમ બાકી હોવાનું કહી ધમકી આપી ઉઘરાણી ચાલુ રાખી હોવાની વાત સામે આવી હતી.