જાલંધરના સાંસદ સંતોખ ચૌધરીનું આજે શનિવારે નિધન થયું છે. તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ હતા.
દરમિયાન તેમને ફગવાડા નજીક ભાટિયા ગામ પાસે હાર્ટ એટેક આવ્યો હતો.
ચૌધરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ચૌધરીના અવસાન બાદ ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવી હતી. ચૌધરી 76 વર્ષના હતા.
સંતોખ ચૌધરી પંજાબના પ્રથમ શિક્ષણ મંત્રી માસ્ટર ગુરબંતાના પુત્ર હતા.
તેમના પુત્ર વિક્રમજીત ચૌધરી ફિલૌરના ધારાસભ્ય છે.
તેઓ દોઆબાના દલિત નેતા હતા.
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને હાલ પુરતી અટકાવી દીધી છે. યાત્રા આજે લુધિયાણાના લાડોવાલ ટોલ પ્લાઝાથી ફગવાડા તરફ જઈ રહી હતી. જે દરમિયાન આ ઘટના બની હતી. લગભગ 8.45 વાગ્યે તેમની તબિયત લથડી હતી. જે બાદ રાહુલ ગાંધી પણ તેમને જોવા હોસ્પિટલ ગયા હતા.