હવે મધ્યપ્રદેશના સાગર શહેરમાં હવે કૂતરો પાળવો મોંઘો પડશે.
48 કાઉન્સિલરોની બનેલી મ્યુનિસિપલ કાઉન્સિલે સર્વાનુમતે નિર્ણય લીધો છે કે શહેરના નાગરિકોની સલામતી અને સ્વચ્છતા માટે કૂતરા માલિકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે.
રાજ્યનું આ પહેલું શહેર છે, જે કૂતરા માલિકો પર ટેક્સ લાદવાની તૈયારી કરી રહ્યું છે.
સાગર મહાનગરપાલિકા હવે કાયદાશાસ્ત્રીઓની સલાહના આધારે આ નવો કાયદો બનાવશે. તેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે.
સાગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ચંદ્રશેખર શુક્લાએ જણાવ્યું હતું કે શહેરમાં અગાઉથી જ રખડતા કૂતરાઓ જાહેરમાં ગંદકી કરે છે પણ પાળેલા કૂતરા લઈને નીકળતા લોકો પણ પોતાના કૂતરાઓને ખુલ્લામાં શૌચ કરાવતા હોય ગંદકી કરે છે.
સાગરના તમામ વોર્ડમાં પાલતુ કૂતરાઓની નોંધણી, રસીકરણ અને કરવેરા અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, કૂતરા માલિકોએ આ ટેક્સને અન્યાયી ગણાવી રહયા છે.