ઉત્તરાયણમાં ઠંડીનો પારો ગગડતા વડોદરામાં સિઝનલ ફ્લૂના દર્દીઓમાં અચાનક વધારો થઈ ગયો છે.
વડોદરામાં શરદી, કફ, તાવ, ખાંસી,કળતરના 200થી વધુ રોજના દર્દી નોંધાઈ રહ્યા છે.
રાજ્યમાં ઠંડીનો પારો 11 ડિગ્રીની નીચે જતાં સરકારે કોલ્ડ વેવ માટેની એડવાઈઝરી જાહેર કરી કારણ વગર ઘરની બહાર ન નીકળવા, હૃદય અને કિડની, બીપી જેવા દર્દીઓએ નિયમિત દવા લેવા સહિત બને તેટલો સૂર્ય પ્રકાશમાં રહીને ગરમી મળે તેવા પ્રયત્નો કરવા અને પૌષ્ટિક આહાર લેવા જણાવાયુ છે.
આમ વડોદરા શહેરમાં સિઝનલ ફ્લૂ અથવા વાઇરલ કફ-કોલ્ડ સાથે કહી શકાય તેવો વાવર જોવા મળી રહ્યો છે અને એસએસજી હોસ્પિટલમાં એક મહિલાનો સ્વાઇન ફલૂ નો કેસ નોંધાયો છે
ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે બીમાર પડવાના કેસ પણ વધી રહ્યાં છે. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે.