ભારતમાં 2023નું વર્ષ નોકરિયાત વર્ગ માટે સારું સાબિત થશે અને એપ્રિલમાં કંપનીઓમાં 10 ટકા જેટલો પગાર વધારો મળી શકે છે.
કોર્ન ફેરી દ્વારા આ અંગે કરાયેલા એક સર્વે માં આ વાત સામે આવી છે,જેમાં મહેનત મુજબ કર્મચારીઓ પગાર વધારો થઈ જશે.
આ સર્વેમાં 8,00,000થી વધુ કર્મચારીઓ ધરાવતી 818 કંપનીઓમાં થયેલા સર્વે મુજબ ભારતમાં 2023માં પગારમાં 9.8 ટકાનો વધારો થઈ જવાની ધારણા છે.
મહત્વનું છે કે કોરોના વખતે 2020 માં પગાર 6.8 ટકા કરતા નીચે થઈ ગયો હતો,જોકે, એક તરફ વિશ્વમાં મંદીનો માહોલ હોવાછતાં ભારતના જીડીપીમાં 6 ટકા વધારાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
કોર્ન ફેરીના સૂત્રોના હવાલાથી કહેવાયું છે કે વિશ્વભરમાં મંદી અને આર્થિક મંદીની વાતો ચાલી રહી છે, પરંતુ ભારતીય અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 6 ટકાના દરે વધવાની ધારણા છે અને બેસ્ટ પર્ફોમન્સ આપતા કર્મચારીઓ માટેનો પગાર વધારો 15 ટકાથી 30 ટકા સુધીનો થઈ શકે છે.
સર્વેમાં ક્યા ક્યા સેક્ટરમાં કેટલા ટકા પગાર વધારાની શકયતા છે તે પણ જણાવાયુ છે જેમાં
સર્વિસ સેક્ટરમાં 9.8 ટકા, ઓટો સેક્ટર માટે 9 ટકા, કન્ઝ્યુમર ગુડ્સ માટે 9.8 ટકા અને રિટેલ ક્ષેત્રમાં 9 ટકા પગાર વધારાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.