લવ જેહાદ અંગે ઘણા લોકો સવાલો ઉઠાવી રહયા છે પણ જે લોકો ધર્મ છુપાવીને લગ્ન કરી રહયા છે તેવા લોકો સામે કાયદો કડક બનાવાઈ રહ્યો છે કારણ કે લવ જેહાદીઓ માને છે કે આવું કરવાથી જન્નન્ત મળે છે.
યુપીના બલિયામાં નર્સિંગની વિદ્યાર્થીની ને પોતે હિન્દૂ ક્ષત્રિય હોવાનું જણાવી લગ્ન કરી લઈ છેતરપીંડી કરનાર મોહમ્મદ આલમનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે લખ્યું છે “મેં જે કર્યું છે તેનાથી જન્નત પ્રાપ્ત થાય છે!!”
નર્સિંગની વિદ્યાર્થીની જેને હિન્દૂ રાજપૂત યુવક માનતી રહી, પણ તે મુસ્લિમ નીકળ્યો ! ત્યારે તે ખુબજ ગભરાઈ ગઈ અને પસ્તાવો થવા લાગ્યો!
વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મોહમ્મદ આલમે પોતાને ક્ષત્રિય અનુજ પ્રતાપ સિંહ તરીકે ઓળખ આપી હતી ક્યારેય એ વાતનો ખ્યાલ ન આવવા દીધો હતો કે તે મુસ્લિમ છે.
કારણકે તે મંદિરોમાં આવતો હતો અને પ્રાર્થના કરતો હતો.
ભોગ બનનાર વિદ્યાર્થીનિએ કહ્યું કે ઓળખ છુપાવીને આલમે તેને અનુજ પ્રતાપ સિંહ ઉર્ફે સોનુના નામે પોતાને પ્રેમની જાળમાં ફસાવી હતી અને પોતે વિશ્વાસ કરી શકે કે તે હિન્દુ છે તે માટે અવારનવાર સૂતેલા હનુમાન મંદિર, સિવિલ લાઈન્સ હનુમાન મંદિરે જતો હતો. લગ્ન પહેલાં કાશી વિશ્વનાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આટલું જ નહીં, વિંધ્યવાસિની દેવી મંદિરે પણ ગયો હતો અને કપાળ પર તિલક લગાવવાની સાથે પ્રસાદ પણ ચઢાવતો હતો અને આરતી પણ ઉતારતો હતો.
લવ જેહાદ નો ભોગ બનનનાર વિદ્યાર્થિનીએ જણાવ્યું કે મોહમ્મદ આલમને હિન્દુવિરોધી પ્રવૃત્તિઓ ચલાવવા અને લવ-જેહાદ કરવા માટે વિદેશમાંથી ફંડ મળતું હતું.
આ ફંડ મળતા મોહમ્મદ આલમ કંઈ બીજું કામ નહીં હોવા છતાં તેની પાસે ઘણાપૈસા છે,જે ફંડ અંગેપણ તપાસ કરવામાં આવેતો સત્ય બહાર આવી શકે.
મોહમ્મદ આલમનો આખો પરિવાર લવ-જેહાદી છે. તેના નાના ભાઈ શાહઆલમે પણ હિન્દુ વિદ્યાર્થિનીને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેનું 2020માં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું.
તેનો મોટો ભાઈ મોહમ્મદ અસલમ એક ખ્રિસ્તીની મિલકત હડપ કરવા માટે ખ્રિસ્તી બની ગયો હતો. આ પછી યુવતીનો પણ શંકાસ્પદ સંજોગોમાં અકસ્માત થયો હતો. તે પણ છ મહિના પછી મૃત્યુ પામ્યો. થોડા દિવસો પછી તે છોકરીની માતાનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. હવે તેની કરોડોની સંપત્તિ મોહમ્મદ અસલમના કબજામાં છે. વિદ્યાર્થિનીનું કહેવું છે કે આ આખો પરિવાર લવ-જેહાદી છે. આમાં મોહમ્મદ આલમની માતા પણ સામેલ છે.
લવ-જેહાદીઓની ચુંગાલમાંથી માંડ કરી છટકીને યુવતીએ કર્નલગંજ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરી હતી.
દરમિયાન યોગી સરકારે લવ જેહાદનો ભોગ બનનાર નર્સિંગની વિદ્યાર્થિનીને એક સબ-ઇન્સ્પેક્ટર, એક મહિલા કોન્સ્ટેબલ અને એક પુરુષ કોન્સ્ટેબલ સાથેની સુરક્ષા પુરી પાડી છે.
યોગી સરકાર વિદ્યાર્થિનીને વિશ્વાસ અપાવ્યો કે તેને ન્યાય આપવામાં આવશે.
દરમિયાન પીડિતાએ મોબાઈલ ચેટ પણ બતાવી હતી જેમાં મોહમ્મદ આલમે વ્હોટ્સએપ પર કહ્યું હતું કે ‘હું તને એટલી બદનામ કરીશ કે તું ક્યાંય તારું મોઢું બતાવી શકીશ નહીં. તને હમણાં જ ગોળી મરાવવી છે, નહીં? હવે હું તારા પર એસિડ ફેંકીશ. મીડિયા, પોલીસ પ્રશાસન બધાં જ મારાં છે. 3 દિવસની અંદર હું તને ગોળી મરાવી દઈશ અથવા તારા ચહેરા પર એસિડ ફેંકીશ.
તું કંઈપણ કરી શકીશ નહીં. જોઈ લઈશ યોગી સરકારને.
આમ,ધર્મ છુપાવીને લવ જેહાદ કાંડ માટે ફંડ મળતું હોવા મામલે ભારે ચર્ચા ઉઠવા પામી છે.