વડોદરામાં રખડતા ઢોરને અંકુશમાં લેવા તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે CCTVની મદદથી રખડતા ઢોર શોધી તેના ટેગના આધારે પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી હેઠળ 9 પશુપાલકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે અત્યાર સુધી માત્ર વાહનચાલકો સામે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઘરે ઇ-મેમો મળતા હતા અને કેમેરામાં કેદ થનારા રખડતા ઢોરના કાનમાં લેવાયેલ ટેગને સ્કેન કરી માલિકોને દંડ કરવામાં આવશે.
વડોદરામાં CCTVના આધારે રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે પોલીસ કેસ દાખલ કરવાની આ કામગીરી અંતર્ગત શહેરના જુદાજુદા વિસ્તારોમાં કુલ 9 પશુમાલિકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે. જેમાં વાડીમાં અને ગોરવામાં બે-બે, બાપોદ, ગોત્રી અને નવાપુરામાં એક-એક કેસ કરાયો છે.