વર્તમાન સમયમાં બોલિવૂડમાં બોયકોટ ટ્રેન્ડ વધી ગયો છે ત્યારે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રતિક્રિયા સામે આવી છે, તેઓએ આ અંગે ભાજપના કાર્યકરો તથા મંત્રીઓને સલાહ આપતા કહ્યું હતું કે કોઈ પણ ફિલ્મ કે કોઈ પણ સ્ટાર્સ અંગે બિનજરૂરી પબ્લિકમાં કમેન્ટ કરવાનું ટાળવું જોઈએ.
તેઓએ કહ્યું કે આ પ્રકારના મુદ્દાઓથી જેટલું દૂર રહેવાય તેટલું સારું, કારણ કે ફિલ્મ પર આ પ્રકારની ટિપ્પણીઓથી વિકાસના એજન્ડાને અસર થાય છે તેમ તેઓનું કહેવું હતું.
બીજી તરફ જ્યારે બોલીવૂડના અભિનેતા અક્ષય કુમારને મોદીજીના આ નિવેદન અંગે પૂછવામાં આવ્યુતો અક્ષય કુમારે કહ્યું હતું કે જો આપણા પ્રાઇમ મિનિસ્ટરે આવું કંઈક કહ્યું છે તો તે ખરેખર સરાહનીય છે તેઓ ગ્રેટ છે.
આપણા દેશના વડાપ્રધાન પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે.
જો તેમના કહેવાથી કંઈક બદલાવ આવે છે તો તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટી વાત હશે,આ બધું બદલાવવું પણ જોઈએ, કારણ કે ઇન્ડસ્ટ્રીએ ઘણું જ સહન કર્યું છે.
પહેલાં તો ફિલ્મ બનાવીને સેન્સર બોર્ડ પાસે પાસ કરાવવાની રહેતી, પરંતુ પછી કોઈ કંઈક બોલી જાય અને તેનાથી વિરોધ થતો અને વાત બગડી જતી.
હવે વડાપ્રધાનના બોલવાથી કંઈક ફેરફાર થાય તો સારું.