જૂનાગઢના ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ સ્થિત ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતા, જેને લીધે તેઓએ આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી ચર્ચામાં છે જોકે,ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
રાજ ભારતીબાપુએ ખડિયા ગામ ખાતેની વાડીમાં પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં તેઓને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ ભારતીબાપુના કેટલાક ઓડિયો વાયરલ થયા હતા જેમાં બાપુ કેટલીક મહિલાને વોટ્સએપમાં વોઇસ મેસેજમાં પ્રેમભરી વાતો કરે છે.
જ્યારે એક વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડે છે. જ્યારે સીગારેટ પીતાની એક તસવીર પણ સામે આવી હતી આ વાયરલ ઓડિયો-વીડિયોને કારણે તેમની પ્રતિષ્ઠા જોખમાતા તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને આજ કારણથી રાજભારતીબાપુએ આ પગલું ભર્યું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસ તમામ માહિતી એકત્ર કરી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.