સિરસા ખાતે ડેરા સચ્ચા સૌદા ચીફ અને બળાત્કાર તેમજ હત્યાના ગુનામાં દોષિત રામ રહીમ પેરોલ પર બહાર આવતાંની સાથે જ ચર્ચામાં આવ્યો છે.
રામ રહીમે તલવાર વડે કેક કાપી હતી. ડેરાના બીજા સંત શાહ સતનામના જન્મદિવસનો પ્રસંગે રામ રહીમે પોતાની ગાદી તેમને સોંપી હતી અને તલવારથી કેક કાપતા વિવાદ થયો છે. બાગપત ખાતેના બરનાવા ડેરાનો આ કેક કાપવાનો વીડિયો વાઇરલ થયો છે
બળાત્કાર અને હત્યાનો દોષિત રામ રહીમ રોહતકની સુનરિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે. જે છેલ્લા 14 મહિનામાં ચોથી વખત પેરાલ પર બહાર આવ્યો છે.
21 જાન્યુઆરીએ તેને 40 દિવસના પેરોલ મળ્યા છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમે 5 કલાક સુધી ઓનલાઈમ સત્સંગ કર્યો હતો, જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના OSD તેમજ ભાજપના સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા હતા.
રામ રહીને કહ્યું- 5 વર્ષ બાદ આવા સેલિબ્રેશનની તક મળી
જે વીડિયો સામે આવ્યો છે એમાં રામ રહીમ કહી રહ્યો છે કે આ રીતે સેલિબ્રેશન કરવાની તક 5 વર્ષ બાદ મળી છે. મારે ઓછામાં ઓછી 5 કેક કાપવી જોઈએ આ પહેલી કેક છે.