વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે સાતમો ક્રમાંક પ્રાપ્ત થયો છે દેશના ટોપટેનમાં સ્થાન મળ્યું છે.
ગત તા.20થી 22 જાન્યુઆરી 2023 દરમ્યાન ન્યુ દિલ્હી ખાતે યોજાયેલી વાર્ષિક ડી.જી.પી., આઇ.જી.પી. કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બેસ્ટ પોલીસ સ્ટેશનના ગ્રેડીંગ પેરામિટરની કામગીરી આધાર વર્ષ 2022ના કુલ-10 પોલીસ સ્ટેશનોને બેસ્ટ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યા જેમાં ગુજરાતના વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે સાતમો ક્રમ મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, વ્યવસ્થા, શિસ્ત, વર્તણૂક, રેકર્ડ જાળવણી, વહીવટી કામગીરી, તપાસ અંગેની કામગીરી, ગુનાઓના ડીટેકશનની કામગીરી, ગુનાના પ્રિવેન્શનની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી, ડેટા ડીજીટાઇઝેશનની કામગીરી, અન્ય એજન્સીઓ સાથે સંકલન પ્રજા સાથે સહયોગ અને સંવાદ તેમજ જનતાના રક્ષણ માટેની શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રેડીંગ માટેના પેરામિટર નક્કરી કરી તેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર દેશના કુલ-10 પોલીસ સ્ટેશનોને બેસ્ટ પોલીસ સ્ટેશનની જાહેરાત કરવામાં આવે છે જેમાં વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે.