અદાણી ગ્રુપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે જે નીચે મુજબ પ્રસ્તુત છે.
(અમદાવાદ) તા.25 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અમારો સંપર્ક કરવાનો અથવા તો તથ્યપૂર્ણ હકીકતો કે વિગતોને ચકાસવાના કોઈ ગંભીર પ્રયાસો કર્યા વિના પ્રકાશિત કરેલા એક અહેવાલ વાંચીને અમોને આઘાત લાગ્યો છે. પસંદગીની ચવાઇ ગયેલી અને સરાસર જૂઠી તેમજ આધાર વિહોણી વિગતો આવરી લેતો આ અહેવાલ અમોને બદનામ કરતા આરોપોનું એક કલુષિત સંયોજન છે અહેવાલમાં દર્શાવેલ વિવિધ વિગતોની ચકાસણી કરીને ભારતની સર્વોચ્ચ અદાલતો દ્વારા તેને નકારવામાં આવી છે.
અદાણી ગ્રૂપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના બેશરમ, અને દૂષિત ઈરાદા સ્પષ્ટ કરતા આ અહેવાલના પ્રકાશનના સમયગાળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટપણે અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.નો ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો આવી રહેલો ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ (FPO) ને માત્રને માત્ર વિપરીત નુકશાન પહોંચાડવાનો છે.નાણાકીય નિષ્ણાતો અને અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ કપરી કસોટીના અંતે આખરી કરેલ વિગતવાર વિશ્લેષણો અને અહેવાલો ઉપર અનેક રોકાણકાર સમુદાયે હંમેશા અદાણી જૂથમાં સતત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને અદાણી સમૂહના વિવિધ વ્યવસાયોની સફળતા તેનું પરિણામ છે જે દુનિયાની નજર સામે છે. અમારા જાણકાર અને બજારના અભ્યાસુ જ્ઞાની રોકાણકારો આવા એકતરફી પાયાવિહોણા અને અપ્રમાણિત મલિન ઇરાદા ધરાવતા અહેવાલોથી ક્યારેય પ્રભાવિત થતા નથી.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીની તકોના નિર્માણમાં ભારતમાં અગ્રસ્થાને રહેલા અદાણી ઉદ્યોગ સમૂહ એ ઉચ્ચતમ વ્યાવસાયિક ક્ષમતાના સી.ઈ.ઓ.ના સૂચારુ શાસન હેઠળ આગળ વધી રહેલ અને કેટલાક દાયકાઓથી વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની રાહબરી હેઠળ બજાર પ્રેરીત વૈવિધ્યસભર અગ્રણી વ્યવસાયોનો પોર્ટફોલિયો ધરાવે છે. અદાણી સમહૂ અધિકારક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના હંમેશા તમામ કાયદા પાલનનું હિમાયતી રહ્યું છે અને કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચતમ ધોરણોને વળગી રહીને કામકાજ કરે છે.
-જુગેશિંદરસિંઘ, ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અદાણી ગૃપ