વંદે ભારત ટ્રેન સાથે વારંવાર ઢોર અથડાતા હવે ₹200 કરોડના ખર્ચે રેલીંગ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,જોકે જ્યારે પ્રોજેકટ નક્કી થયો ત્યારે રખડતા ઢોર પાટા ઉપર આવી જશે તે વાત પહેલા ધ્યાને લેવાઈ હોત તો આવા અકસ્માત જ થાત નહિ તેમ સબંધિત વર્તુળોમાં ચર્ચા ઉઠી છે.
દેશની સૌથી ઝડપી વંદેભારત ટ્રેનને સુરત અને અમદાવાદ વચ્ચે રખડતા ઢોરને લઇને વધી રહેલી અકસ્માતની ઘટનાઓને પગલે રેલવે વિભાગે અમદાવાદ-મુંબઇની વચ્ચે મેટલ ક્રેશ બેરીયર લગાડવાનો નિર્ણય લીધો છે.
હવે,રૂ.200 કરોડથી પણ વધુના ખર્ચે આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે અને અમદાવાદથી રેલીંગ લગાવવાનું શરૂ થયું છે.
મહત્વનું છે કે સપ્ટેમ્બર-30, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી સૌથી સ્પીડમાં ચાલતી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી.
આ ટ્રેન શરૂ થયાના બીજા જ દિવસે અમદાવાદના વટવા નજીક આ ટ્રેન ભેંસ સાથે અથડાઇ હતી ત્યારબાદ
અલગ અલગ અલગ અલગ 7 જગ્યા ઉપર ટ્રેન સાથે પશુઓ અથડાયા હતા અને અકસ્માત થયો હતો. વારંવાર થતા અકસ્માત બાદ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ-સુરતની વચ્ચેના 170 કિલોમીટરના અંતરમાં 200 કરોડથી પણ વધુના ખર્ચે ક્રેશ બેરીયર લગાવવાનું નક્કી કર્યું છે,
જેમાં હાલમાં અમદાવાદથી ક્રેશ બેરીયર લગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે.