રાજ્યમાં આઈફોનનું બ્લેક માર્કેટ પુરજોશમાં સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવી ચૂક્યું છે અને મોટાપાયે ટેક્સ ચોરી કરી મોટાપાયે ધંધો થઈ ગયો હોવાની વાતો સબંધિત વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. હવાલા મારફતે વિદેશથી માલ મંગાવીને ગેરકાયદે ધંધો કરવામાં આવી રહ્યાની વાત હોવાછતાં આ આખા કાંડ માં આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
રાજ્યમાં વડોદરા, સુરતથી મુંબઈ સુધી ‘iphone’ના કાળા બજાર થઈ રહયા હોવાનું કહેવાય છે ત્યારે વડોદરાના મારવાન્સ તેમજ ધ્રુવ શાહના એપલ વર્લ્ડમાં મોટાપાયે જીએસટી અને બેઝિક કસ્ટમની ચોરી કરી ધંધો કરવાની વાત ભારે ચર્ચામાં રહેવા પામી છે.
દ. ગુજરાતમાં સૌથી મોટો આઈફોન વિક્રેતા સુરતના દૌલા અંજુમની ધંધો કરવાની ફાવટ ભારે ચર્ચાસ્પદ બની રહી છે.
લાખો રૂપિયાનો બે હિસાબી મોબાઈલનો જથ્થો તેમજ ગેરકાયદેસર વ્યાપાર અને કરોડો રૂપિયાના મોબાઈલનો વેપાર થઈ રહ્યો હોવાની વાત વચ્ચે સબંધિત વિભાગની ચૂપકીદી સામે સવાલ ઉભા થયા છે. દુકાન માલિકો દ્રારા ગ્રાહકોને ટેક્સ ચોરીના મોબાઈલ વેચી લાખ્ખોમાં કમાણી કરી રહયા હોવાની વાતો જો ડિપાર્ટમેન્ટને ખબર ન હોય તે વાતમાં દમ નથી તેમ જાણકાર સુત્રોનું કહેવું છે.
છેલ્લા ઘણા લાંબા સમયથી ગ્રાહકોને કાચા બિલ પર મોબાઈલ વેચીને GSTની ચોરી કરવામાં આવી રહી હોવાની વાત વચ્ચે અત્યારસુધીમાં કરોડો રૂપિયાના આઈફોન વેચવાનો ધંધો ચાલુ રહ્યો છે.
મોબાઈલ શોપ પર બિલ વગર ખરીદાયેલા મોંઘા મોબાઈલ નક્કર બિલ આપ્યા વગર ગ્રાહકોને વેચવામાં આવી રહ્યા હતા. આ રીતે ખરીદ અને વેચાણ બંનેમાં જીએસટીની ચોરી કરીને સરકારને નુકસાન થઈ રહ્યું હોવાની વાત સબંધિત વર્તુળોમાં ચર્ચાઈ રહી હોવાછતાં જીએસટી અને સબંધિત વિભાગ જાણે અજાણ હોય તેમ જણાય રહ્યું છે.