આજે રજૂ થઈ રહેલા બજેટ ઉપર સૌની નજર છે અને મોંઘવારી ઓછી થવાની આશાઓ વચ્ચે રાજ્યમાં મગફળીની આવક છતાં સિંગતેલના તેલના ડબ્બાના ભાવમાં રૂ.30નો વધારો થતા લોકો નિરાશ થઈ ગયા છે અને વધી ગયેલા ભાવો ઉતરવાનું નામ નથી લઈ રહ્યા.
ગુજરાતમાં મગફળીની ખૂબજ આવક થઈ છે અને ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થયું હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં સતત વધારો કરીને તૈલી માફિયાઓ લૂંટ ચલાવી રહયા છે.
છેલ્લા એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો થયો છે.
ભાવ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે તો બીજી તરફનાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચશે.
આમાં જનતાને શુ સમજવાનું તે ખબર પડતી નથી.
બજેટથી સૌથી વધુ અપેક્ષા દેશનાં 43 કરોડથી વધુ મધ્યમ વર્ગને છે. કારણ કે આ વર્ષે 9 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને બજેટ પ્રથમ ચૂંટણીના મતદાનના માજ્ઞ 15 દિવસ પહેલાં જ રજુ કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે 2024માં સામાન્ય ચૂંટણી છે. માવનામાં આવી રહ્યું છે કે ઈન્કમટેક્સ, રોજગાર અને મોંઘવારી પર મોટા નિર્ણયો લેવામાં આવશે તેમ મનાય છે પણ બજારમાં વધતા ભાવ વધારા અંગે સરકારનો કોઈ કન્ટ્રોલ નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ભાવ 30 રૂપિયા વધે અને 5 રૂપિયા ઓછા થાય ફરી વધે અને નજીવો ઘટાડો થાય વગરે બાબતો જનતાને હેરાન કરી રહી છે.