રાજ્યમાં નોકરી શોધી રહેલા બેરોજગાર યુવાનો માટે ખુશ ખબર છે જેમાં 1000 જગ્યાઓ માટે અમદાવાદમાં તા. 4 ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી મેળો યોજાનાર છે, જેમાં ધોરણ-9, 10 અને 12 પાસ ઉપરાંત ગ્રેજ્યુએટ, ITI, ડિપ્લોમા, BE ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 1000 જેટલી નોકરીની તક છે.
અમદાવાદ રોજગાર કચેરી ખાતે યોજાનાર આ ભરતી મેળામાં વિવિધ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ માટે લગભગ 1000 જગ્યાઓ માટે ભરતી થશે, જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર માર્કેટિંગ ગાર્ડ, હેલ્પર, ટેકનિશિયન, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, એચઆર એક્ઝિક્યુટિવ જેવી પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં કંપનીઓ દ્વારા ઉમેદવારોને એક લાખ રૂપિયાથી લઈને ચાર લાખ રૂપિયા સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવશે.
—રોજગાર ભરતી મેળાની તારીખ અને સમયઃ રોજગાર ભરતી મેળો 4 ફેબ્રુઆરી 2023એ સવારે 10 વાગ્યે શરુ થશે
– ભરતી મેળાનું સ્થળઃ રોજગાર કચેરી, અમદાવાદ
– ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
– રસ ધરાવનારા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો સાથે સ્થળ પર હાજર રહેવા જણાવાયુ છે.