બજેટ રજૂ થવાનું હતું તેજ દિવસે સીંગતેલના ભાવોમાં ડબ્બે 100 રૂપિયા ભાવ વધારો થયા બાદ બાદ હવે બજેટ રજૂ થયા બાદ પણ જનતાને મોંઘવારીનો મોટો માર પડ્યો હોય તેમ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અમૂલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે.
અમુલે 2 ફેબ્રુઆરીની રાત્રે જ આ જાહેરાત કરી અને આજે એટલે 3 ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગૂ કરી પણ દીધો છે.
આજથી લાગુ કરાયેલા ભાવ વધારા બાદ લોકોને અમૂલ ગોલ્ડ 66 રૂપિયા લીટર લીટરના ભાવે મળશે.
આમ,બજેટ અને બજાર ભાવમાં કોઈ મેળ ખાતો નથી અને ખાદ્યતેલ હોય કે દૂધ કોઈપણ વસ્તુના ભાવો સતત વધતા રહે છે જે ઉપર સરકારનું કોઈ નિયંત્રણ જોવા મળતું નથી.