હિન્દુ છોકરીઓને પટાવો અને ભગાવો મુસ્લિમોને આ જ શીખવવામાં આવે છે :બાબા રામદેવનું નિવેદન
બાબા રામદેવે બાડમેરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું- મુસ્લિમો સવારની નમાજ પઢે તે પછી તેમને પૂછો કે તમારો ધર્મ શું કહે છે? માત્ર પાંચ વાર નમાઝ પઢો, ત્યાર પછી તમારા મનમાં જે આવે તે કરો. હિંદુઓની છોકરીઓને ઉપાડો અને તમે જે પાપ કરવા માગો છો એ કરો !!
મુસ્લિમ સમાજના ઘણા લોકો આવું કરે છે, પરંતુ ચોક્કસપણે નમાઝ તેઓ અદા કરે છે. તેઓ આતંકવાદી અને ગુનેગાર બની જાય છે, પરંતુ નમાઝ અદા કરે છે. તેઓ ઇસ્લામનો અર્થ માત્ર નમાઝ કરવી તે જ સમજે છે. આ જ શીખવવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મમાં એવું નથી.
રામદેવે ખ્રિસ્તી ધર્મ અંગે વાત કરતા જણાવ્યું ચર્ચમાં જાઓ અને દિવસે પણ મીણબત્તી પ્રગટાવીને જીસસ ક્રાઇસ્ટની સામે ઉભા રહો.
બધા પાપ સાફ થઈ જાય છે.
ખ્રિસ્તી સમાજ આ જ શીખવે છે, પરંતુ હિન્દુ ધર્મમાં એવું નથી.
સ્વામી રામદેવે કહ્યું- તેમના સ્વર્ગ (જન્નત)નો અર્થ એ છે કે પગની ઘૂંટીથી ઉપર પાયજામા પહેરો, મૂછ કપાવી લો અને ટોપી પહેરો…આવું કુરાન કહે છે કે ઇસ્લામ?
હું આ નથી કહેતો. છતા લોકો આવું કરી રહ્યા છે. પછી કહે છે કે સ્વર્ગમાં અમારી જગ્યા પાક્કી થઈ ગઈ.
બધી જમાતને ઈસ્લામમાં રૂપાંતરિત કરવી છે, બસ આ જ ચક્કરમાં પડ્યા છે !!