પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઉભું થયું છે અને સામાન્ય લોકોને બે ટકની રોટલી મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે અહીં હવે અંદરો અંદર જાતિવાદ ભડકી ઉઠ્યો છે અને આતંકીઓ મુસલમાનોને નેજ ટાર્ગેટ કરી રહયા છે અને હવેતો પાકિસ્તાનમાં કેટલાક સુન્ની લોકો મસ્જિદો પણ તોડી રહયા છે.
સુન્ની મુસ્લિમો કરાચીમાં લઘુમતી અહમદિયા મુસ્લિમોની મસ્જિદ તોડી રહ્યા હોવાની ઘટના સામે આવી છે.
પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમો કરાચીમાં લઘુમતી અહમદિયા મુસ્લિમોની મસ્જિદ તોડી રહ્યા છે.
મહત્વનું છે કે 1947માં અહમદિયા મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાનનો હિસ્સો બન્યા હતા પરંતુ હવે બહુમતી સુન્નીઓ દ્વારા તેઓને મુસલમાન ગણવામાં આવતા નથી અને હુમલા થઈ રહયા છે.
–કોણ છે અહમદિયા મુસલમાનો?
હનફી ઇસ્લામિક કાયદાનું પાલન કરતા મુસ્લિમોનો એક સમુદાય ખુદને અહમદિયા કહે છે. આ સમુદાયની સ્થાપના ભારતીય પંજાબના કાદિયાનમાં મિર્ઝા ગુલામ અહમદે કરી હતી. આ પંથના અનુયાયીઓ માને છે કે મિર્ઝા ગુલામ અહમદ પોતે નબી(અલ્લાહના દૂત)નો જ એક અવતાર હતા.
આમ,પાકિસ્તાનમાં અહમદિયા મુસલમાનોને ત્યાં સુન્નીઓ દ્વારા મુસલમાન ગણવામાં આવતા નથી દરમિયાન તેઓની કરાંચીમાં આવેલી મસ્જિદ તોડવામાં આવતા ભારે ચકચાર મચી હતી
મસ્જિદ તોડવાનો વિડીયો મેજર સુરેન્દ્ર પુનિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમો કરાચીમાં લઘુમતી અહમદિયા મુસ્લિમોની મસ્જિદ તોડી રહ્યા છે.