બાબા રામદેવે ઇસ્લામ ધર્મ અને મુસલમાન સમુદાય માટે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ
બરેલીની દરગાહ આલા હઝરત સાથે જોડાયેલી સંસ્થા ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. મૌલાનાએ કહ્યું કે બાબા રામદેવે પહેલા ઈસ્લામનો અભ્યાસ કરવો જોઈએ, જેમણે ઈસ્લામનો અભ્યાસ કર્યો નથી તેમને ઈસ્લામ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી.
મૌલાના શહાબુદ્દીન રઝવીએ વધુમાં કહ્યું કે થોડા દિવસોથી બાબા રામદેવ ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ જે રીતે બોલી રહ્યા છે તે યોગ્ય નથી, બાબનું કામ યોગ શીખવવાનું અને દવાઓ વેચવાનું છે, બીજું કંઈ નથી માટે તે કર્યા કરો.
મૌલાના શહાબુદ્દીન રઝવીએ બાબના નિવેદનની સખત નિંદા કરી કહ્યું કે જો કોઈ વ્યક્તિગત રીતે (મુસ્લિમ)ખોટું કરે છે તો તેના માટે તે પોતે જ જવાબદાર છે તેના ધર્મને દોષ આપવો યોગ્ય નથી. એ જ રીતે, જો અન્ય ધર્મના લોકો પણ અન્યાયમાં સામેલ હોય,તો શું તેમના ધર્મને જવાબદાર ઠેરવવો યોગ્ય છે? વ્યક્તિ ખરાબ હોય શકે પણ તેની સાથે ધર્મને કઈ લાગતું વળગતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે યોગ ગુરુ બાબા રામદેવ ગુરુવારે બાડમેરના પન્નાની જિલ્લાના તાલા ગામમાં સ્થિત ધર્મપુરી મહારાજના મંદિર અને જગરામપુરી મહારાજના ભંડારાના અભિષેક માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે તેઓએ મુસ્લિમો માટે આ ટિપ્પણી કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે નમાઝ અદા કરો, પછી મનમાં જે આવે તે કરો,ધાર્મિક સભાને સંબોધતા યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે સમાજમાં ચારેબાજુ પાપ વધી રહ્યું છે. આ પાપને સાફ કરવાનું કામ વડીલોથી લઈને બાળકોએ કરવું પડશે. એક ખાસ ધર્મ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે જો તમે કોઈપણ મુસ્લિમને પૂછો કે તેનો ધર્મ શું કહે છે, તો તે કહેશે કે દિવસમાં 5 વખત નમાઝ વાંચો અને પછી તમારા મનમાં જે આવે તે કરો. તમે ઈચ્છો તેટલું પાપ કરો. તેઓ ઇસ્લામનો અર્થ માત્ર નમાઝ સમજે છે. તેમણે કહ્યું કે મુસ્લિમો ચોક્કસપણે નમાઝ અદા કરે છે કારણ કે તેમને તે જ શીખવવામાં આવે છે. નમાઝ અદા કર્યા પછી કંઈપણ કરો પરંતુ હિન્દુ ધર્મમાં તે શીખવવામાં આવતું નથી.