રાજ્યમાં સીબીએસઇ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીને બુધવારથી શરૂ થશે જે માટે બોર્ડે માર્ગદર્શિકા જાહેર કરતા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જ્યારે બીજી તરફ ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષા તા.14 માર્ચથી શરૂ થશે મતલબ કે ગુજરાત બોર્ડથી સીબીએસઇ પરીક્ષા એક માસ અગાઉ શરૂ થશે.
ચાલુ વર્ષે એડમિટ કાર્ડમાં 8 કેટેગરી છે જેમાં ઉમેદવારને સવારે 10 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી અપાશે નહીં. ઉમેદવારે સીબીએસઇએ જાહેર કરેલા એડમિટ કાર્ડ અને માત્ર પરવાનગીપાત્ર સ્ટેશનરી, શાળાના ગણવેશમાં અને ઓળખપત્ર સાથે રાખવું આવશ્યક છે.
પરીક્ષા કેન્દ્ર તરીકે નિયુક્ત કરેલ શાળા પણ તેમના કેન્દ્ર પરથી પરીક્ષા આપનાર ઉમેદવારોના સંબંધમાં કેન્દ્રની સામગ્રી પ્રકાશિત કરશે.
આગામી એકાદ બે દિવસમાં પરીક્ષા સંબંધિત અન્ય ગાઇડલાઇન જાહેર કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.