રાજ્યમાં નવા સત્રથી ભાર વિનાનું ભણતર અમલમાં લાવવા વાલીઓ દ્વારા રજૂઆત થઈ છે,રાજ્યમાં હવે 2022-23ના શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન KGથી ધોરણ 8 સુધીના બાળકોને સ્કૂલ બેગનું વજન કાયદા મુજબ લઈ જવા ગાઈડલાઈન જાહેર કરવા વાલીમંડળે માગ કરી છે. વાલીમંડળનું કહેવું છે કે, નાના બાળકો ઉંચકી શકે તેના કરતાં બેગનું વજન વધારે હોય છે તેથી ભાર વિનાનું ભણતર જરૂરી છે.
ઓલ ગુજરાત વાલીમંડળે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં 2023ના વર્ષનો GR શિક્ષણ વિભાગ દ્વારા જાહર કરવામાં આવે.
જેમાં KGથી ધોરણ 8 સુધીના તમામ બોર્ડના વિદ્યાર્થીની સ્કૂલ બેગનું વજન સરકારના કાયદા મુજબ હોવું જોઈએ. જેથી બાળકો નક્કી કરેલ વજન જ સ્કૂલે લઈ જાય.
સ્કૂલોમાં બાળકોની ક્ષમતા કરતા વધારે વજન ધરાવતા દફતર લઈ જતા બાળકો ઉપર શારીરિક અને માનસિક બોજ પડે છે.
જેથી બેગમાં વજન ઓછું થાય તો બાળકો પ્રફુલ્લિત રહીને ભણી શકે તેમ હોય શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને પાલન કરાવવામાં આવે તો સ્કૂલે વધુ વજન લઈને જતા બાળકોને ભાર ઓછો થાય. બેગમાં વજન ઓછું થાય તો બાળકો પ્રફુલ્લિત રહીને ભણી શકે. અનેક સ્કૂલોમાં લોકર જેવી પણ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, તો તે બાળકોને જરાય ભાર રહેતો નથી. આમ બાળકોને ભાર વિનાનું ભણતર લાવવા વાલીઓ એ રજુઆત કરી છે.