રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડે સામે આંગળી બતાવવા બદલ શ્રીમતી બચ્ચનની લોકો ટીકા કરી રહયા છે
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન વારંવાર વિવાદમાં આવી રહ્યા છે અને હવે સદનમાં આંગળી બતાવવા મુદ્દે તેઓ ભારે ટ્રોલ થઈ રહયા છે અને લોકો જયા બચ્ચન ને ઘમંડી અને અકડું કહી રહ્યા છે.
આ વાત છે ગત તા.9 ફેબ્રુઆરીની કે જ્યારે કાર્યવાહી દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને ગૃહમાં હોબાળો કરનાર કોંગ્રેસ સાંસદ રજની પટેલને બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને વિરોધ કર્યો હતો અને કોંગ્રેસના સાંસદને પોતાનું સમર્થન જાહેર કરી સાંસદ જયા બચ્ચને કહ્યું કે રજનીને બોલવાની તક આપવામાં આવી નથી.
આ દરમિયાન હંગામા વચ્ચે મહિલા સાંસદે વેલમાંથી પસાર થતી વખતે અધ્યક્ષ જગદીપ ધનખડેને આંગળી બતાવી હતી જે ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં
જયા બચ્ચનના ટ્વિટર યુઝર્સ સહિત સત્તાધારી પક્ષ બીજેપીના નેતાઓ આકરી ટીકા કરી હતી.
છત્તીસગઢની બિલાસપુર લોકસભા સીટના બીજેપી સાંસદ અને પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ અરુણ સોએ લખ્યું હતું કે જયા બચ્ચનજીએ થિયેટર અને લોકશાહીના સર્વોચ્ચ પ્લેટફોર્મ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ.
રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડે સામે આંગળી બતાવવા બદલ શ્રીમતી બચ્ચનની ટીકાને પાત્ર બન્યા છે અને સદનમાં તેમના આવા આચરણની ટીકા થઈ રહી છે