ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને વિશ્વથી અલગ પડે છે ભારતની નારીઓ એક સમયે ચારિત્ર માટે શ્રેષ્ઠ મનાતી હતી અને તેની અનેક વાર્તાઓ ઇતિહાસ સાક્ષી છે પણ બદલાયેલા સમયમાં ભારતની પવિત્ર સાંસ્કૃતિક વારસા મુજબના ગુરુઓ અને શિક્ષણ ખોરવતા આજની પેઢી ભાન ભૂલી વિદેશી રંગે રંગાઈ ગઈ છે અને વિદેશની જેમ આજની યુવા પેઢી સેક્સ,નશો અને બરબાદી તરફ ધકેલાઈ રહી છે સ્કૂલ ટાઈમથી સેક્સ કરવું તે હવે તેમના માટે સામાન્ય ગણાવા લાગ્યું છે.
તાજેતરમાં ખુદ સરકારના એક નવા સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે જેમાં કેરળની શાળાઓમાં બાળકો મોટા પાયે ડ્રગ્સનું દુષણ અને સ્કૂલના છોકરાઓ સ્કૂલની જ છોકરીઓ સાથે સેક્સ માણવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરતા હોવાના થયેલા ખુલાસાથી ખળભળાટ મચ્યો છે.
ડ્રગ્સની જાળમાં ફસાતી છોકરીઓ ડ્રગ્સના વ્યસની બની જાય પછી આ છોકરીઓનો ઉપયોગ ડ્રગની હેરાફેરી અને સેક્સ વર્કર તરીકે કરવામાં આવતો હોવાની વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
સ્કૂલમાં હોશિયાર ગણાતી છોકરીઓ પણ આ લત માં ફસાઈ રહી છે.
મહત્વનું છે કે કેરળ રાજ્ય ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય ગણાય છે ત્યાંની
શાળાઓમાં ડ્રગ્સનું દુષણ પ્રસરી ચૂક્યું છે.
કેરળ પોલીસ દ્વારા થયેલા સર્વેમાં ડ્રગ્સ અને સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા 40 ટકા યુવાનો અને યુવતીઓની ઉંમર 18 વર્ષથી ઓછી હતી તેમાંથી મોટાભાગની સગીર છોકરીઓ હતી અને ડ્રગ્સની જાળમાં ફસાયા પછી તેમની જિંદગી નર્ક બની ગઈ છે.
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એમ આર અજિત કુમારે મિડિયા ને જણાવ્યું હતું કે, “અગાઉ કોલેજોમાં ડ્રગ્સ માફિયાઓ સક્રિય હતા અને કોલેજના કેસ વધુ આવતા હતા, પરંતુ હવે સૌથી વધુ કેસ શાળાઓમાંથી આવે છે અને કુમળી વયની છોકરીઓને ટાર્ગેટ કરી સેક્સમાં ધકેલવામાં આવી રહી છે જેની તેમના માબાપ ને પણ ખબર પડતી નથી.
માફિયાઓ માટે કામ કરતા છોકરાઓ પહેલા શાળાએ જતી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ કરે છે અને પછી ધીમે ધીમે તેમને ડ્રગ્સની દુનિયામાં ધકેલી દે છે અને શરૂ થાય છે નશો અને સેક્સ.
કેરળ ભારતનું શિક્ષિત રાજ્ય ગણાય છે
ઉલ્લેખનીય છે કે કેરળની ગણના ભારતના પહેલા નંબરના રાજ્ય તરીકે થાય છે ત્યાં હવે સગીર વયની બાળાઓને આ નર્કમાં ધકેલવા માફિયાઓ સક્રિય થતાં સમાજ માટે ચિંતા ઉભી થઇ છે અને હવે બાળકોને શાળામાં મોકલવા કે નહીં તે સવાલ ઉભો થયો છે.