ગુજરાતમાં પહેલી જુન 2023 થી 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા ત્રણ લાખ બાળકોને ધોરણ 1 પ્રવેશ ન આપવાના ગુજરાત સરકારના નિર્ણય સામે વાલીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં કમાટી બાગ ખાતે વાલીઓ પોતાના બાળકો સાથે એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહત્વનું છે કે કોરોનાકાળ વખતે લેવાયેલા આ નિર્ણયને જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ઓમાં શૈક્ષણિક વર્ષ ચાલુ થયા બાદ જુન ૨૦૨૦ માં માહિતી આપવામાં આવી હતી પરંતુ શાળાઓને આ બાબતે કોઇ પણ જાણ ન હોવાથી જુના નિયમ પ્રમાણે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જેથી જુન 2023 માં 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા ગુજરાત ના ૩ લાખ બાળકોને ધો – 1 માં પ્રવેશથી વંચિત રહેવાની પરિસ્થિતિ સર્જાતા હવે આ મામલે વાલીઓ સતત રજુઆત કરી રહ્યા છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર દ્વારા 6 મહિનાની રાહત આપે તો તમામ બાળકોનું હિત સચવાય તેમ છે.
વાળીઓનું કહેવું છે કે બાળકો દેશનું ભવિષ્ય છે અને સરકારના આ પ્રકારના નિર્ણયથી દેશના અન્ય રાજ્યોના બાળકો 15-17 વર્ષ પછી કોમ્પિટેટિવ પરિક્ષામાં એક વર્ષ બગડવાના કારણે ગુજરાતી બાળક પ્રવેશથી વંચિત રહી જવાની સ્થિતિ ઉભી થઇ શકે છે.