ગાંધીનગર આવનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભા.જ.પ. ના અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યું. ભારતીય જનતા પક્ષે મનસુખ માંડવીયા અને પરસોતમ રૂપાલા પર પસંદગી ઢોળતા બંને ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યાં. મનસુખ માંડવીયાએ સાયકલ પર જઈ પક્ષના યુવા સદસ્યો સાથે રેલીરૂપે જઈ ફોર્મ ભર્યું. જ્યારે બીજી તરફ કોંગ્રેસના અમીબેન યાજ્ઞીક અને નારાયણ રાઠવાએ પોતાના ફોર્મ ભર્યા છે.. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ આજે ફોર્મ ભરવાની આખર તારીખ છે. જેની ચૂંટણી 23 માર્ચે યોજાશે.

કોંગ્રેસ દ્વારા અગાઉ છેલ્લા સમય સુધી રાજ્યસભાના ઉમેદવારો માટે નામની જાહેરાત કરવામાં આવી ન હતી.. જો કે ગઇકાલે સાંજે કોંગ્રેસ દ્વારા બે રાજ્યસભાના ઉમેદવાર અમીબેન યાજ્ઞીક અને નારાયણ રાઠવા પર પસંદગી ઢોળવામાં આવી છે.ભાજપમાંથી મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલા એ ફોર્મ ભર્યા છે.અગાઉ આ બન્ને ઉમેદવારો કેન્દ્ર સરકારમાં મંત્રી છે.ઉપરાંત અરૂણ જેટલી પણ ગુજરાત માંથી જ રાજ્યસભાના સાંસદ છે. જો કે જે રીતે ગુજરાતમાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની સીટો વધતા ભાજપના સાસંદની સંખ્યા ઘટી છે.. જેના પગલે હવે અરૂણ જેટલી ઉત્તરપ્રદેશથી રાજ્યસભા લડે તેવી શક્યતા છે.