ગુજરાત યુનિર્વસીટીની કોલેજોમાં આજે પણ જુથવાદ અને મારા-મારીની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. આજે નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલીત કોલેજમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારા-મારીની ઘટના બની છે. જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ બન્ને વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.
ગુજરાત યુનિર્વસીટી સંલગ્ન નવરંગપુરા વિસ્તારામાં આવેલી સોમલલીત કોલેજમાં આજે બે જુથ વચ્ચે મારા-મારીની ઘટના સામે આવી છે.નજીવી બાબતે બન્ને જુથના વિદ્યાર્થીઓ ડંડા,હોકી અને પાઇપ વડે આમને-સામને આવી ગયા હતા. મારા-મારીની આ ઘટનામાં ઉર્વિશ કોઠારી નામના એક વિદ્યાર્થીએ અશ્વિન પંચાલ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં અશ્વિન પંચાલને ગંભીર ઇજા પહોંચી છે.
અશ્વિન પંચાલ લોહીલુહાણ હાલતમાં યુનિર્વસીટી પોલીસ સ્ટેશન ઉર્વિશ ઠાકોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા પહોચ્યો હતો. જો કે પોલીસે આ ઘટનામાં અરજી નોંધી વિદ્યાર્થી અશ્વિન પંચાલને તાત્કાલીક હોસ્પીટલમાં સારવાર અર્થે ભર્તી કરવામાં આવ્યો છે.