રાજ્યમાં ભારે ખળભળાટ મચાવનાર આશારામ બળાત્કાર પ્રકરણ બાદ તેઓ હજુ જેલમાં છે ત્યારે મહીસાગરના લુણાવાડાની જામાપગીના મુવાડાની પ્રાથમિક શાળામાં બળાત્કારના આરોપી એવા આસારામના ફોટાની બાળકો પાસે પૂજા કરાવવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે,જોકે,હાલમાં આશારામ બળાત્કાર પ્રકરણ કેસમાં જેલ અંદર હોય બાળકોના કુમળા માનસ ઉપર તેની વિપરીત અસર પડે તેવી આશંકા ને લઈ વિરોધ શરૂ થતાં અને મીડિયામાં ન્યૂઝ આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ TPEOને તપાસ ના આદેશ આપ્યા છે.
બીજી તરફ શાળાના આચાર્ય પ્રદીપ પટેલનું કહેવું છે કે, આશારામ બાપુનું ટ્રસ્ટ ચલાવતા લોકો આસારામનો ફોટો લઈને શાળામાં આવ્યા હતા.
અને સત્સંગ પ્રવચનનો કાર્યક્રમ રાખવા માંગતા હતા જેથી પૂજા અને સત્સંગ કરવામાં આવ્યો હતો.
જોકે, વિવાદ થયા બાદ તેઓએ કહ્યું કે હવે પછી આવી ભૂલ નહિ થાય.
મહીસાગરના લુણાવાડામાં જામાંપગીના મુવાડાની પ્રા.શાળામાં તા.14થી 17 ફેબ્રુઆરી દરમિયાન માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બળાત્કાર કેસના આરોપી આસારામના ફોટાની પણ બાળકો અને શિક્ષકો દ્વારા પૂજા કરવામાં આવી હતી અને શાળાના આશારામના બોર્ડ પણ મારવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વાલીઓને પણ બોલાવ્યા હતા.
એટલું જ નહીં આસારામના પ્રવચનને પણ રાખવામાં આવતા ભારે વિવાદ ઉભો થતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.