કાળઝાળ મોંઘવારીનો મધ્યમ વર્ગના લોકો ભોગ બની રહયા છે અને મહિને રૂ.15 થી 35 હજાર કમાનારાઓની હાલત કફોડી હોવાનું સામે આવ્યું છે.
દેશમાં કાળઝાળ મોંઘવારી વધતા ખાનગી જોબ કરી રહેલા લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે અને હવેતો બે ટાઈમ સારું ભોજન ખાવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. જાન્યુઆરી 2023માં મોંઘવારી દર 6. 52 ટકા છે. સૌથી વધું માર દર મહિને રૂ. 15થી 35 હજાર મહિને કમાનારા લોકોની હાલત કફોડી બની ગઈ છે.
દેશમાં જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર 6.52 ટકા રહી છે જે ભારતીય રિઝર્વ બેંકની 6 ટકાના સર્વોતમ દરથી પણ વધુ છે. મોંઘવારીને કારણે બજારમાં માંગ પર પણ ખરાબ અસર પડતી જણાય રહી છે.
બીજી તરફ વી-માર્ટ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ અને બાટા જેવી માસ- પ્રોડક્શન કંપીઓ પણ સ્વીકારે છે કે મોંઘવારીના કારણે આવા પરિવારોની માંગ સતત ઘટી રહી છે.
ઈટીએ વી-માર્ટના ચેરમેન લલિત અગ્રવાલને ટાંકીને કહ્યું છે કે ખાનગી જોબ કરતા જે લોકોની આવક 15,000થી 35,000 રૂપિયા મહિના સુધી છે, તેવા પરિવારો મોંઘવારીમાં પિસાઈ રહયા છે અને આવકનો મોટો હિસ્સો દાળ, તેલ અને શાકભાજી રાશન ખરીદવામાં જ ખર્ચ થઇ જતો હોય બાળકોને ભણાવવા સહિત મકાન ભાડા, લાઈટ બિલ,ગેસ,દુધનો ખર્ચ તેમજ સામાજિક સારા નરસા પ્રસંગોમાં જવા આવવાના થતા ખર્ચ તેમજ ટ્રાવેલિંગ ખર્ચ કાઢવો મુશ્કેલ બની રહયા છે.