રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર એક પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના કેસ પ્રકરણમાં વળાંક આવ્યો છે અને દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાએ ઈસ્માઈલ મલેક અને ઉચ્ચ પોલીસ અધિકારીની ઓળખ આપનારે જ પોતાના ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ જણાવ્યું કે ચાંદખેડાના બંગ્લોઝમાં જ તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
મહિલાની ફરિયાદને પગલે ભારે ચકચાર જગાવી છે, પોલીસે આઈપીસી કમલ 376, 365, 366 અને 34 હેઠળ ગુનો નોંધી આ પ્રકરણમાં તપાસ શરૂ કરી છે.