આજકાલ ઓન લાઇન વર્ચ્યુઅલ ફ્રોડ કેસ વધી રહયા છે અને અદ્રશ્ય લૂંટારાઓ લૂંટ ચલાવી રહયા છે,હેકર્સ અને સ્કેમર્સ નકલી વેબસાઇટ્સ બનાવી લોકોને લૂંટી રહયા છે, ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી કેટલીક ફેક પાસપોર્ટ બનાવનારી વેબસાઇટ મળી જશે આ નકલી વેબસાઇટ્સ અને એપ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા, અપોઈંટમેંટ શેડ્યૂલ કરવી અને અન્ય સેવાઓ સહિત સેવાઓનો દાવો કરે છે પરંતુ આ સત્ય નથી કારણકે આવી વેબ સાઇટ અને એપ સંપૂર્ણ રીતે નકલી છે.
ભારત સરકારે પાસપોર્ટ સર્વિસ આપવાનો દાવો કરનારી નકલી વેબસાઇટ્સ અને એપના વિરુદ્ધ યુઝર્સને ચેતવ્યા છે અને કહ્યુ કે આવી નકલી વેબસાઈટ થી સાવધાન થઈ જાઓ નહીતો તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે.
ભારતીય પાસપોર્ટ અને સંબંધી સેવાઓ માટે અરજી કરનારા લોકોને નકલી વેબસાઇટ્સ પર ન જવું જોઈએ અને તેના માટે કોઈ ચુકવણી ન કરવી જોઈએ. ‘આ સૂચના સરકાર દ્વારા જાહેર જનતાને સાવધાન થઈ જવા સૂચના આપી છે.
ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ www.passportindia.gov.in છે. વેબસાઇટ્સ પર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ દેશભરમાં પાસપોર્ટ અરજદારો માટે પાસપોર્ટ સંબંધી બધી સેવાઓ માટે એકમાત્ર આ વેબસાઇટ ઉપલબ્ધ છે.
જ્યારે નકલી વેબસાઈટ પણ જાહેર કરવામાં આવી છે જે નીચે મુજબ છે અને નીચે દર્શાવેલ વેબસાઈટ સંપૂર્ણ ફેક છે અને તેનાથી દૂર રહેવા જણાવાયુ છે.
–-આ રહી ફેક વેબસાઇટ્સ
–www.indiapassport.org
–www.online-passportindia.com
–www.passportindiaportal.in
–www.passport-india.in
–www.passport-seva.in
–www.applypassport.org
આમ,અદ્રશ્ય લૂંટારાઓ આ પ્રકારની નકલી વેબસાઇટ બનાવી લોકોને લૂંટી રહયા છે ત્યારે સાવધાન રહેવા સરકારે ચેતવણી આપી છે.