મુંબઈના ચેમ્બુરમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ દરમિયાન ગાયક સોનુ નિગમ ઉપર શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરના પુત્ર સ્વપ્નિલે હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે.
ગાયક સોનુ નિગમે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, કોન્સર્ટ પછી હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે સ્વપ્નિલ પ્રકાશ ફટરપેકરે મને પકડ્યો પછી તેણે હરિ અને રબ્બાનીને ધક્કો માર્યો કે જે મને બચાવવા માટે આવ્યા હતા પછી હું સીડી પર પડી ગયો હતો આ લોકો બળજબરીથી સેલ્ફી લેવા અને ઝપાઝપી ઉપર ઉતર્યા હતા મેં આ મામલે ફરિયાદ નોંધાવી છે. સોનુ નિગમને ઇજાઓ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેજ્યારે તેણે કહ્યું કે તે ઠીક છે.
મોડી રાત્રે સોનુ નિગમ ફરિયાદ કરવા ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા બીજી તરફ ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પોલીસે સોનુ નિગમની ફરિયાદના આધારે ઉદ્ધવ ઠાકરે જૂથના MLA પ્રકાશ ફટેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફટેરપેકર સામે IPCની કલમ 341, 323, 337 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.