રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરનારા લોકો માટે ખુશ ખબર આવી રહી છે અને આવા અનઅધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે રાજ્ય સરકાર ફરી સુધારા વિધેયક લાવશે કારણકે તા.16 ફેબ્રુઆરીએ જ ઈમ્પેકટ ફી ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે ત્યારે મુદ્દતમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ઇમ્પેક્ટ ફીની મુદત વધારવા રાજ્ય સરકારે કરેલા મહત્વના નિર્ણયમાં ઇમ્પેક્ટ ફી ભરવા વધુ ચાર મહિના મુદત લંબાવવાવામાં આવી છે.
સરકાર દ્વારા આગામી વિધાનસભા ગૃહમાં વિધેયક બિલ રજૂ કરવામાં આવશે.
અનઅધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે રાજ્ય સરકાર સુધારા વિધેયક લાવવાની વાતથી ગેરકાયદે બાંધકામો કરનારાઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.
વિધાનસભા ગૃહમાં અનધિકૃત બાંધકામ નિયમિત કરવા અંગે સરકાર વિધેયક રજુ કરશે.
તા.16 ફેબ્રુઆરીએ જ ઈમ્પેકટ ફી ભરવાનો સમયમર્યાદા પૂર્ણ થઇ જતા સરકાર ફરીથી ગેઝેટ બહાર પાડી ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલર કરવા માટે સુધારા વિધેયક લાવશે.