આજકાલ નવા નવા સંશોધન થઈ રહયા છે અને અનેક દવાઓ બજારમાં આવે છે પણ લોકો તે દવાનો ઉપયોગ નશા તરીકે કરી બરબાદી નોતરી રહયા છે.
અમેરિકામાં હાલ Xylazine નામની એક દવાએ નવી મુસીબત ઉભી કરી છે પશુઓની સારવાર દરમ્યાન તેઓને બેહોશ કરવા માટે વપરાતી આ દવાને ટ્રેંક કે ટ્રેંક ડોપ અને ઝોમ્બી ડ્રગ જેવા નામથી ઓળખવામાં આવે છે પણ કેટલાક તિકડમબજોએ આ દવાને નશો કરવા જેવા ભયંકર અખતરો કરી તબાહી મચાવી છે અને આ દવાનો ઉપયોગ કરનારા વ્યક્તિની ચામડી સડવા લાગે છે.
ઝાઈલાઝીન પશુઓને બેહોશ કરવામાં વપરાતી દવાનો આજકાલ કેટલાક નસેડી લોકો તેનો હેરોઈન જેવા ડ્રગ્સ માટે સિન્થેટિક કટિંગ એજન્ટ તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે.
ઝાયલાઝીન નામની દવાનો નશા તરીકે ઉપયોગ થતો હોવાનું સૌ પ્રથમ ફિલાડેલ્ફિયામાંથી પકડાયું, ત્યારબાદ સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં થઈને દેશભરના વિવિધ શહેરોમાં તેનો વપરાશ થતો હોવાનું ખુલ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાનવરો પર Xylazine ના ઉપયોગની મંજૂરી આપી હતી પણ તે દવા માણસો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ દવાના પ્રભાવથી વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે, શ્વાસ ધીમા પડે છે અને આ સાથે ચામડીમાં ઘા થવા લાગે છે. જો આ ડ્રગ્સના વધુ પડતા ઉપયોગ બાદ એક સમય એવો આવે છે જ્યારે માણસની ચામડી એ હદે સડી જાય છે કે યોગ્ય સમયે સારવાર ન મળે તો તે અંગ કાપવુ પડે છે.
આ ડ્રગ્સ અંગે ચિંતાની વાત તો એ છે કે આ ઝાયલાઝીન નામની દવા હજુસુધી માણસો માટે પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવ્યું નહી હોવાથી અધિકારીઓ અને હોસ્પિટલોવાળા પણ તેની તપાસ કરતા નહી હોય ડ્રગ્સ માફિયાઓ તેનો બેફામ ઉપયોગ કરી રહયા છે.