સુરત : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પશુપાલન કરતાં આદિવાસી ખેડૂતોને પશુઓને થતાં વિવિધ રોગ સામે રક્ષણ મળી રહે અને પશુઓની સારવાર થાય તે માટે 10 ગામમાં પશુ સારવાર શિબિર સુમુલ ડેરી સાથે મળી ને યોજી હતી. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ પશુ સારવાર શિબિરમાં સુમુલ ડેરી, સુરતના વેટરનરી ડોક્ટર સંજયભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા પશુ સારવાર કરવામાં આવી હતી.
ઉમરપાડાના 10 ગામમાં અદાણી ફાઉન્ડેશન, હજીરા અને સુમુલ ડેરીના વેટરનરી વિભાગના સહયોગથી પશુ સારવાર કેમ્પનું આયોજન થયું હતું. ચોખવાડા, ઘાણાવડ, નવાગામ, પાંચ આંબા, જુમાવાડી, પીનપુર, ખોખવડ, બીજલવાડી, સરવણ, ફોફડી અને મોટી ફોફડી ગામમાં યોજાયેલા કેમ્પ દરમિયાન ૧૦૨૫ જેટલા પશુઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. ગ્રામીણ પશુપાલકો પશુઓને દાણ જેવો ખોરાક આપી નથી શકતા એટલે એ ક્ષમતાથી ઓછું દૂધ ઉત્પાદન કરે છે, વળી એમને વિવિધ સારવારની જરૂર હતી એ પણ કેમ્પ દરમિયાન વેટરનરી ડોક્ટર્સના ધ્યાનમાં આવ્યું હતું. પશુઓની સારવાર સાથે દવા, રસીકરણ પણ કરવામાં આવેલ હતું. પશુઓમાં વાળ ખરવા, કરમ પડવા, વ્યંધત્વ નિવારણ જેવી વિવિધ સારવાર કરવામાં આવી હતી.

