મોડાસા પાલિકા વિસ્તારમાં માર્ચ માસ દરમિયાન રૂપિયા 5.70 કરોડનો ટેક્સ વસૂલાતાં પાલિકામાં 71% ટેક્સની વસૂલાત થઈ હોવાનું નોંધાયું છે. મોડાસા પાલિકાએ ગુરૂવારે એક જ દિવસમાં 5 લાખ ટેક્સ વસૂલ કર્યો હતો.
મોડાસા પાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા લોકોને તા. 31 માર્ચ સુધીમાં ટેક્સ ભરનાર મિલકત ધરાવતા માલિકને સો ટકા વ્યાજ માફી આપવાની યોજનાના છેલ્લા દિવસે પાલિકાના કુંજનભાઈ પટેલે જણાવ્યું હતું. પાલિકા દ્વારા રૂપિયા 7.92 કરોડ ટેક્સની વસૂલાત સામે માર્ચ મહિના દરમિયાન 5.70 કરોડની વસૂલાત કરી હતી.
માર્ચ દરમિયાન શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટેક્સ ન ભરતા લોકોના 15 કરતાં વધુ નળ કનેક્શન કાપ્યા હતા અને 20 કરતાં વધુ મિલકતો સીલ કરાઈ છે. ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી પાલિકામાં મિલકત ધરાવતા અને ટેક્સ ન ભરતા લોકોને 1500 કરતાં વધુ નોટિસ ફટકારાઇ હતી. પાલિકા દ્વારા 100 ટકા વેરા વસૂલાત માટે મિલકત ધારકોને છૂટછાટ અપાઇ છે. જેમાં ટેક્સ ઉપર થતા વ્યાજમાંથી સો ટકા મુક્તિ માટે પાલિકા 31 માર્ચે સુધી એટલે કે છેલ્લા દિવસે ટેક્સ ભરનારને વ્યાજમાં સો ટકા મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે.