આજકાલ વલસાડમાં જ્યારથી પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચાલુ થઈ ત્યારે એક એવી વાત સામે આવી જે જાણી નગરજનો ચોંકી ગયા!
વાત જાણે એમ બની કે નગરપાલિકા વાળા જ્યારે વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવી ત્યારે તેઓએ અન્ય કેટલીક દુકાનો સાથેસાથે વલસાડના હાલર રોડ ઉપર આવેલ સેમસંગ ગેલેરી શો રૂમ પણ સીલ કરી દીધો,તે વખતે એવી વાત પણ સામે આવી કે આ શો રૂમ રહેઠાણની પરમિશનવાળી જગ્યા ઉપર કોમર્શિયલ તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો એટલુંજ નહિ ચર્ચાતો એવી પણ હતી કે ગુમાસ્તા સર્ટિ પણ હતું નહીં!
વલસાડમાં સેમસંગનો શો રૂમ ભલે નિયમ વિરુદ્ધ હોય પણ તે સ્પેશ્યલ હતો તે વાત પછી બહાર આવતા ભારે હોબાળો થયો અને ફરી બધું રાબેતા મુજબનું થયું,જોકે,હવે વાત જે સામે આવી તે ખાસ એટલા માટે કહી શકાયકે સેમસંગ ગેલેરીનું ઓપનિંગ ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર એવા કનુંભાઈ દેસાઈના હસ્તે થયું હતું.
આમ,જો કોઈ નેતા ઉદ્ઘાટન કરે તે સ્થળ લોકોની નજરમાં સ્પેશ્યલ બની જાય છે અને આ સ્થળ ઉપર પાલિકાની શુ મજાલ કે તે સીલ કરે!!
પણ ખબર નહિ કેમ ક્યાંક ચૂક થઈ અને સીલ થઈ ગયું પણ પછી બધું સુધરી પણ ગયુ હોય તેમ રાબેતા મુજબ ચાલુ પણ થઈ ગયું!
હવે,વલસાડની જનતામાં આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે કે શું રાજકીય મોટા નેતા ઉદ્ઘાટન કરી જાય એટલે જે કાયદેસર નિયમ છે તે ત્યાં લાગુ ન પડે?
શુ સામાન્ય માણસો માટેજ નિયમો બન્યા છે અને તેઓને જ લાગુ પડે?
આ એક ખુબજ સિરિયસ મુદ્દો છે અને તેના ઉપર લોકોમાં ખુબજ ચર્ચા છે.
સેમસંગ ગેલેરી શો રૂમ રહેણાંકની પરમિશનવાળી જગ્યા ઉપર ચાલી જાય પણ અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ આવું કરેતો ચાલશે ખરું?
વલસાડમાં જાગૃત નાગરિકોમાં આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે અને લાગવગ હોયતો પોતાના પણ નસીબ ખુલી જાય તેમ ચર્ચા વેગવંતી બની છે,એટલુંજ નહિ જો કોઈ નવો ધંધો કરવો હોય તો કોઈ મોટા નેતા પાસે ઓપનિંગ કરાવી લેવાનું એટલે કામ થઈ જાય તેવી કોમેન્ટ પણ ઉઠી રહી છે તેવે સમયે હવે આ પ્રકરણમાં શુ પગલાં લેવાશે તેતો આગામી સમયજ કહેશે.
