અમદાવાદમાં આજકાલ એક વાત ભારે ચર્ચાસ્પદ બની છે જેમાં અમરાઇવાડી વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલનો ખાસ અંગત માણસ તરીકે ગણાતા રાજુ બોરાડેને પાડોશી સાથે નજીવી બાબતે ઝઘડો થતા રાજુ બોરાડેએ પાડોશમાં રહેતી મહિલા સાથે અસભ્ય વર્તન કરી તેના પતિને માર માર્યો હોવા મામલે મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં રાજુ બોરાડે વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતા રાજુ બોરાડેની ધરપકડ કરવા માટે અમરાઇવાડી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે એક ચર્ચા મુજબ પોતાના ખાસ માણસ સામે ફરિયાદ નોંધાતા ડૉ. હસમુખ પટેલ ધૂંઆપૂંઆ થઇ ગયા હતા અને પીઆઇ ડેપ્યુટેશન ઉપર સહિત ઉચ્ચ અધિકારીને ફોન કરીને કેમ ફરિયાદ નોંધી તેમ કહીને ખખડાવી નાખ્યા હતા. આટલું જ નહીં રાજુની ધરપકડ ન કરવા માટે આદેશ કર્યો હતો.
જોકે, પીઆઇએ આરોપીને ઝડપી લેવા તજવીજ ચાલુ રાખતા આખરે ધારાસભ્યે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પીઆઇને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ટ્રાન્સફર કરાવી દીધું હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.
