નકલી અધિકારી કિરણ પટેલની હાલ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે અને કેટલા સાથે છેતરપીંડી થઈ તે મામલે તપાસ ચાલુ છે ત્યારે કિરણના ઘોડાસરના પ્રેસ્ટીજ બંગલોઝમાં તપાસ દરમિયાન રૂ.100 ના 3 સ્ટેમ્પ અને રૂ.50 નો એક કોરો સ્ટેમ્પ મળી આવતા કિરણ પટેલ વધુ 4 મિલકત પચાવી પાડવાની પેરવીમાં હોવાની દિશામાં તપાસ ચાલુ છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા કિરણ પટેલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું જે લગભગ 2 કલાક ચાલ્યું હતું. જેમાં વધુ 3 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા.
કિરણ પટેલ અને માલિનીએ જગદીશભાઈ ચાવડાનો બંગલો પચાવી પાડવા માટે જૂનું લોક બદલીને નવું લોક મારી દીધું હતું.
પોલીસને સર્ચ દરમિયાન તેના ઘરમાંથી બંગલાની જૂની અને નવી ચાવીઓ મળી આવી હતી. આ ઉપરાંત કિરણ પટેલે બંગલાનું વાસ્તુ કર્યુ હતું તેની આમંત્રણ પત્રિકા અને બંગલાનો પ્લાન પણ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે કિરણ પટેલે જગદીશભાઈનો બંગલો પચાવી પાડવા કાતવરૂ ઘડ્યું હોવાનો કેસ પૂરવાર કરવા આ 3 મહત્વના પૂરાવા સાબિત થશે.
આમ,કિરણ સામે ગાળીયો ફિટ થયો છે.