વલસાડમાં સામાન્ય નાગરિકો માટે લાગુ પડતા નિયમો ‘સેમસંગ ગેલેરી’ માટે લાગુ નહિ પડતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન રહેવા પામ્યો છે અને પાલિકાના જવાબદારો આ પ્રકરણમાં ક્યારે પગલાં ભરશે?તે જોવાનું રસપ્રદ થઈ પડશે.
મહત્વનું છે કે ફાયનાન્સ મિનિસ્ટર કનું ભાઈ દેસાઈ સેમસંગ ગેલેરી શો રૂમ નું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમની બાજુમાં જાણીતા ચહેરાઓ પણ હાજર જોવા મળી રહયા છે.
એક વાતતો સ્પષ્ટ છે કે વલસાડમાં સામાન્ય નાગરિક માટે કોઈ ધંધો કરવો હોયતો તંત્રની ઓફિસમાં અનેક ચકકરો કાપવા પડે છે અને નિયમોની આંટી ઘૂંટી માંથી પસાર થઈ તમામ પ્રોસીઝર પુરી કરવી પડે ત્યારે જઈ માંડ મેળ પડે પણ તેનાથી ઊલટું વલસાડના હાલર રોડ ઉપર આવેલ સેમસંગ ગેલેરી શો રૂમ માટે આ બધું જોયા વગર જ દુકાન ઉભી થઇ ગઇ અને રહેણાંક છે કોમર્શિયલ નો ભેદ જોયા વગર બધું પાસ થઈ ગયું તે શા માટે જોવામાં આવ્યું નહિ? તે મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ શો રૂમ રહેઠાણની પરમિશનવાળી જગ્યા ઉપર શરૂ થવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો અને નિયમ વિરુદ્ધ કોમર્શિયલ તરીકે ઉપયોગ કરી દેવાયો અને ભાજપના આગેવાનોની હાજરીમાં ઉદ્ઘાટન પણ થઈ ગયુ જે વાતનો મેસેજ જનતામાં ગયો છે.
ત્યારે વલસાડ પાલિકાના જવાબદારોએ આ વાતની નોંધ લઈ એક્શન તો લેવાજ પડે તોજ જનતામાં ફરી મેસેજ જશે કે તંત્ર એકને ખોળ અને બીજાને ગોળ વાળી નીતિ રાખતું નથી અને ભલેને પહેલા ખબર ન પડી પણ હવેતો જાહેર થયું એટલે કાયદેસર કરવું જ પડે,તેવી પણ કેટલાક લોકોમાં ચર્ચા ઊઠી છે.
વલસાડમાં સેમસંગનો શો રૂમ ભલે નિયમ વિરુદ્ધ ચાલુ થઈ ગયો પણ હવે કાયદેસર કરાય તે જરૂરી છે અન્યથા રાજકારણમાં આ મુદ્દો સતત ઉછળતો રહેશે.