—વલસાડ જીલ્લામાં આજે તા.૧૧/૦૪/૨૦૨૩ થી શરૂ થયેલ વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી ચાલશે જેમાં સાયબર માફિયાઓથી કઈ રીતે સાવધાન રહેવું તે અંગે સમજ આપવામાં આવશે.
આજકાલ ઓન લાઈનની દુનિયામાં માત્ર ગણતરીની સેકન્ડમાંજ સાયબર માફિયાઓ લાખ્ખો રૂપિયા બેન્કમાંથી કાઢી લેતા હોય છે આવા સંજોગોમાં ખાસ કરીને સિનિયર સીટીઝન વધુ ભોગ બનતા હોય છે અને જીવનભરની કમાણી ગુમાવી દેતા હોય છે ત્યારે
વલસાડ જીલ્લામાં રહેતા સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે કાર્યરત SHE ટીમ દ્વારા આજથી એક ખાસ અભિયાન શરૂ થયું છે.
વલસાડ જીલ્લામાં રહેતા સિનિયર સિટીઝન સાઇબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરી શિક્ષિત તથા માહિતગાર કરવા વલસાડ જીલ્લામાં આજે તા. ૧૧/૦૪/૨૦૨૩ થી તા, ૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન ચાલનારા એક વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનમાં સમગ્ર વલસાડ જીલ્લામાં SHE ટીમનો મહિલા પોલીસ સ્ટાફ સીનીયર સીટીઝનનોના રહેણાંક સ્થળે જઇ પ્રત્યક્ષ મુલાકાત કરશે અને સીનીયર સીટીઝન, સાયબર ક્રાઇમથી બચવા અંગે માહિતગાર કરશે તથા તેઓને પડતી અન્ય મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવશે. વલસાડ જીલ્લામાં કુલ SHE ટીમના કુલ ૭૬ સભ્યો છે જેઓ ૧૨૦૦ જેટલા સિનિયર સીટીઝનને સાયબર ક્રાઇમથી બચવા સમજણ આપશે અને તેઓની તકલીફોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરશે.