કપરાડાના માંડવા ગામે નિયમ વિરુદ્ધ ગેરકાયદે કવોરી પ્રોજેકટ ઊભો કરવામાં કોને રસ છે?અને કોણે કોણે આ પ્રોજેકટમાં પૈસા લીધા તે વાત તપાસનો વિષય બની છે ગ્રામજનો કોઈપણ હિસાબે પ્રોજેકટ ચાલુ નહિ થવા દેવા મક્કમ છે.
વલસાડના કપરાડા તાલુકામાં આવેલ માંડવા ગામે કવોરીનો વિવાદ જોર પકડી રહ્યો છે અને નિયમ વિરુદ્ધ કવોરી બનાવવાની હિલચાલ પાછળ કોણ સક્રિય છે તે વાત તપાસનો વિષય છે તેમજ બીજી તરફ જો કવોરીને મંજૂરી મળશેતો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
માંડવા ગામે ખાતા નં :-૮૨૬ અને સરવે નં:-૧૫૪૭ વાળી બિનખેતીની જમીન ઉપર કવોરી બનાવવાની પેરવી પાછળ કોના આર્શીવાદ છે? તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે.
આ જમીનના ખેડૂતે કવોરી માટે અન્યને ભાડા પેટે આપતા આ કવોરીનો પ્રોજેકટ ઉભો કરવા હિલચાલ શરૂ થતાં ગ્રામ પંચાયતની ચૂટાયેલી બોડી દ્વારા કવોરી ચાલુ નહિ દેવા સંદર્ભે ઠરાવ થતાં હવે કવોરીનો પ્રોજેકટ ટલ્લે ચડ્યો છે અને કોઈ હાલમાં આ પ્રોજેકટ શરૂ ન થાય તે માટે ગ્રામજનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.
જે જગ્યા ઉપર કવોરીનો પ્રોજેકટ રેડી થવા જઈ રહ્યો હતો ત્યાં શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે ઉપરાંત અહીં પ્રાથમિક-માધ્યમિક શાળા પણ આવેલી છે જેમાં બાળકો અભ્યાસ કરે છે અને નજીકમાં સરકારી નર્સરી પણ આવેલી છે જ્યાં અનેક લોકો કામ કરે છે જેઓ આ ક્વોરી દ્વારા છોડવામાં આવનાર ડસ્ટ ના પ્રદૂષણના સંપર્કમાં આવતા તેઓના સ્વાસ્થનો સવાલ ઉભો થઇ શકે તેમ છે, સાથેજ અન્ય ફળદ્રુપ જમીનો બંજર થવાની શક્યતાઓ વધી જાય તેમ છે જેથી
ગ્રામજનોનું આરોગ્ય જોખમાય અને જમીનો બગડે નહિ તે માટે સબંધિત વિભાગ દ્વારા ક્વોરીને મંજૂરી નહિ આપવા માંગ થઈ છે.
બીજી તરફ કવોરી વાળા જો ઉપર સુધી લાગવગના જોરે જો મંજૂરી લાવશે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવતા આ પ્રોજેકટ વિવાદમાં આવ્યો છે.