વલસાડ જિલ્લાના કપરડાના માંડવા ગામે ક્વોરી ચાલુ કરવા મુદ્દે પ્રતિષ્ઠાનો સવાલ ઉભો થઇ ગયો છે અને ક્વોરીની નફરત કરનાર જ એક રાજકીય નેતાને જાણે કે રાતોરાત સંચાલક ગમવા માંડ્યો હોય તેમ આ કવોરી ચાલુ કરવા ભારે રસ લઈ રહ્યો હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.પેહલા કવૉરીનો વિરોધ કરાવ્યો અને ક્વોરી સંચાલકો ને દબાવ્યા બાદ કથિત વહીવટ કરી લીધા બાદ હવે ક્વોરી ચાલુ કરાવવા મથામણ ચાલુ થઈ છે.
બીજી એવી વાત પણ સામે આવી રહી છે કે સરકારના મોટાભાગના પ્રોજેકટ L&T દ્વારા પાર પાડવામાં આવે છે જેનો પેટા કોન્ટ્રાક્ટ ક્વોરી સંચાલકો ને મળ્યો હોવાનું કહેવાય છે.
કપરાડા માં ધંધો કરવો હોય તો નેતાઓને સાચવવા પડે તેવી વાતો વચ્ચે હવે ક્વોરી ચાલુ કરવા સંચાલકો માં ઉતાવળ વધી હોવાનું કહેવાય છે અને હવે મળનારી ગ્રામ સભામાં શુ થાય છે તેની ઉપર સૌની નજર છે.
મહત્વનું છે કે પાછલી ગ્રામસભામાં ગામલોકો વતી આગેવાનો દ્વારા જે રીતે ક્વોરીનો વિરોધ થયો હતો તે રાજકીય નેતાના ઈશારે થયો હોવાનું કહેવાય છે.
જોકે,હવે જે ચર્ચા ઉઠી છે તેમાં આ રાજકીય નેતા દ્વારા હવે બધુ સેટ કરી દેવાયુ છે અને ક્વોરી ચાલુ કરવા હવે ફરી ગ્રામ સભા મળશે તેવી વાતો ચાલી રહી છે બીજી તરફ એજન્ડા વિરુદ્ધ ગ્રામ સભા યોજવા માટે સરપંચ પર દબાણ કરાઈ રહ્યું હોવાની વાત પણ ભારે ચર્ચામાં આવી છે એટલુંજ નહી પણ સરપંચે પણ ગાંધીછાપ લીધા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
કોંગ્રેસ ભાજપ ની રાજનીતી ને કારણે આ ગામમાં લોકોના નામે રાજકીય નેતાઓ ફાયદો ઉઠાવી રહ્યા હોવાની વાતો વચ્ચે હવે રાજકીય મોટા નેતાઓ વચ્ચે પડતા હવે મામલો શાંત થયો હોવાનું સામે આવ્યું છે
તેવે સમયે પાછલી ગ્રામ સભા માં જોરજોરથી વિરોધ કરનારાઓ હવે આગામી ગ્રામસભામાં કેટલું જોર કરે છે?કે પછી મૂંગા મંતર થઈ જશે તે જોવાનું રસપ્રદ થઈ પડશે.
ક્વોરી ના સંચાલકો દ્વારા મોટો વહીવટ માંડવા ગામે કરવામાં આવ્યો હોવાની વાત ભારે ચર્ચામાં આવતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ટોક ઓફ ધ ડિસ્ટ્રિક બન્યો છે.