વલસાડમાં સરકારી જગ્યા વેચી મારવાનું કારસ્તાન હવે ગાજવા માંડ્યું છે અને આ પ્રકરણમાં જિલ્લા કલેકટર ખાલસા કરવાની સત્તા ધરાવતા હોવાની વાત પણ સામે આવી છે.
કારણ કે એક ઉદાહરણમાં આવાજ પ્રકરણમાં ટીવી રિલે કેન્દ્ર પાસેની સરકારી જગ્યામાં આવોજ કઈક ખેલ થયો પણ કલેકટર દ્વારા તે જમીન ખાલસા કરવામાં આવી હતી.
વલસાડમાં ગાજેલા આ સરકારી જમીન કાંડમાં ગુજરાત સરકાર પાસેથી વલસાડ પાલિકા દ્વારા પોતાના કર્મચારીઓ નાં મ્યુનિ. સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે જમીન મેળવે છે અને પાલિકાના કર્મચારીઓ માટે રહેણાંક બનાવ્યા હતા બાદમાં આ સમગ્ર જમીનમાં ખાનગી બિલ્ડરની એન્ટ્રી થાય છે અને મ્યુનિ. કર્મચારીઓ પાસે થી આ ફ્લેટો અને સદર જમીન માં વરાડે હિસ્સા નાં દસ્તાવેજો બનાવી એકત્રીકરણ કરી 2012, 2015 અને 2018 માં વિવિધ વેચાણ દસ્તાવેજો બનાવીને સફેડપોશ ગણાતા તબીબોને ફટકારી દેવામાં આવે છે કરોડોની કિંમતની જમીન નજીબી કિંમતે મેળવી લીધા બાદ મોટી અદ્યતન હોસ્પિટલ વગરે બાબતોથી જાહેર જનતા અજાણ છે.
હવે સવાલ એ થાય કે પ્રજાહિત માટે સરકાર તરફથી અપાયેલ જમીન પાલિકાનાં સત્તાધીશો પાસેથી નીકળી ને પ્રાઇવેટ સંસ્થાઓ પાસે વાણિજયક હેતુ માટે કેવી રીતે પહોંચી ગઈ? નગરપાલિકાની જમીન પચાવી પાડી ખેલ રચવાની આ આખા કાવતરામાં
બિલ્ડરોનું માનવું છે કે અમે થર્ડ પાર્ટી છીએ પરંતુ સરકારી જમીન હતી અને સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ થયું છે તે હકીકત બદલાઇ જવાની નથી.
જો વલસાડના જાગૃત નાગરિકોને યાદ હોયતો ટીવી રીલે કેન્દ્ર પાસે આવીજ નગરપાલિકાની જમીન હતી જ્યાં પાલિકાના કર્મચારીઓ માટે રહેણાંક બનાવ્યા હતા બાદમાં આ જમીન કર્મચારીઓ બારોબાર વેચી મારવાનું કોકડું બહાર આવ્યું હતું અને હોબાળો થતાં આખરે જિલ્લા કલેકટર દ્વારા આ જમીન ખાલસા કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું એ રહે છે કે શું આ પ્રકરણમાં પણ વલસાડ કલેકટર આ જમીન પણ ખાલસા કરશે ખરા ?(ક્રમશ:)