ભાવનગરના 301માં સ્થાપના દિનની તા. 22 ,23, 24 એપ્રિલ એમ ત્રિ- દિવસીય વેવિધ્યસભર રંગદર્શી કાર્યક્રમો વચ્ચે ‘ભાવનગર કાર્નિવલ- 2023’નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગરની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરી 301માં પ્રવેશ પ્રસંગે આજરોજ ભાવનગર ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, સાંસદ ભારતીબેન શિયાળ, શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા અન્ય મહાનુભાવો હાજર રહયા હતા અને મહારાજા ભાવસિંહજી, રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
બોરતળાવ ખાતે કાર્નિવલમાં કૈલાસ વાટીકા ખાતે જીગ્નેશ કવિરાજ, ઉર્વશી રાદડિયા, સુખદેવ ધામેલીયાના લોક સાહિત્ય, લોકસંગીત, હાસ્યરસના કાર્યક્રમની રમઝટ રહેશે.
આ સાથે ભાવનગરના 301માં સ્થાપના દિન નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તૈયાર કરાયેલ 301 કિલોનો લાડુ ભારત માતાને અર્પણ કરવામાં આવશે અને તે આંગણવાડીના બાળકોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવશે.
ભાવનગર રાજવી પરિવાર અને વિવિધ સંસ્થાઓના મહાનુભાવો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
