રાજ્યમાં વરસાદ પડવાની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવવા સાથે એસજી હાઈવે, બોપલ, ગોતા, સેટેલાઈટમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સરખેજ, વાસણા, જીવરાજ પાર્ક, પાલડીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેવી જ રીતે વાડજ, નારણપુરા, મેમનગર, શિવરંજનીમાં પણ વરસાદ પડયો છે.
રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
આજે 4 વાગ્યાથી શરૂ થતા 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ,વડોદરા બોટાદ ,સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ પણ 40 કિ.મી પ્રતિ કલાકની રહેવાની આગાહી થઈ છે.
રાજ્યમાં આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની પડવાની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં જોરદાર પવન ફૂંકાશે.
