ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડએ(GCPL) જાહેરાત કરી છે કે તે રેમન્ડના FMCG બિઝનેસને હસ્તગત કરશે. રોઇટર્સ અનુસાર, GPCL રૂ. 2,825 કરોડમાં બિઝનેસ હસ્તગત કરશે.
રેમન્ડ કન્ઝ્યુમર કેર પાર્ક એવન્યુ અને કામસૂત્ર જેવી મોટી બ્રાન્ડ ધરાવે છે. કંપની સિંઘાનિયા પરિવારની માલિકીની રેમન્ડનું સ્ટેપ-ડાઉન યુનિટ છે, જે તેના શર્ટિંગ અને જીવનશૈલીના વ્યવસાય માટે પ્રખ્યાત છે. રેમન્ડ છેલ્લા કેટલાક સમયથી તેના કન્ઝ્યુમર કેર બિઝનેસને વેચવાનો પ્રયાસ કરી રહી હતી
આ પહેલા, રેમન્ડ ડી2સી બ્યુટી અને પર્સનલ કેર બ્રાન્ડ ગુડ ગ્લેમ ગ્રૂપ સાથે આ સોદા માટે વાટાઘાટ કરી રહ્યું હતું. રેમન્ડ પાસે બે મુખ્ય વ્યવસાયો છે – જીવનશૈલી અને રિયલ એસ્ટેટ. FY22માં કંપનીની આવક રૂ. 4,260.66 કરોડ હતી. ગુરુવારે રેમન્ડનો શેર BSE પર 6.55 ટકાના વધારા સાથે રૂ. 1717.35 પર બંધ થયો હતો.