વલસાડમાં સરકારી જગ્યા વેચી મારવાના પ્રકરણમાં જવાબદારો બિન્દાસ કેમ?હવે આખું પ્રકરણ બહાર આવી ગયું છે ત્યારે સરકાર તરફે તંત્ર જમીન ખાલસા ક્યારે કરશે?વગરે સવાલો હવે વલસાડમાં ચર્ચાનો વિષય બન્યા છે
વલસાડ પાલિકાના કર્મચારીઓ માટે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન સરકાર પાસેથી મેળવ્યા બાદ આ જમીન ઉપર બનેલા પાલિકાના કર્મચારીઓ માટેના સરકારી ફ્લેટો બિલ્ડર હિમાંશુ વશીએ ખરીદ્યા બાદ તેને વેચી મારવાનું સનખેજ પ્રકરણ સામે આવ્યા બાદ આ સરકારી જમીન ખાલસા કરવા માટે તંત્ર શુ પગલાં ભરે છે તેની સામે મીટ મંડાઈ છે.
1982ના પ્રોપર્ટી કાર્ડમાં કબ્જેદાર પાલિકાના સીઓ અને સરકારની માલિકીનો ઉલ્લેખ ધરાવતી મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટેના સીટી સર્વે નંબર 1772/2 ની જમીનનો મામલો છે અને ખાનગી વ્યક્તિઓ દ્વારા મ્યુનિ. કર્મચારીઓ પાસેથી ફ્લેટો અને સદર જમીનમાં વરાડે હિસ્સાના દસ્તાવેજો બનાવી એકત્રીકરણ કરી 2012, 2015 અને 2018 માં વિવિધ વેચાણ દસ્તાવેજો બનાવીને જે રીતે આખો ખેલ થયો તે બિલકુલ નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે હોવાછતાં તંત્ર કેમ ઊંઘતું રહ્યું તે વાત અનેક સવાલો ઉભા કરે છે.
સત્યડે અખબાર અને વેબ ઉપર જનહિતના ધોરણે આ મેટર પ્રકાશિત થઈ હોવાછતાં હજુપણ સરકારી ખાતું આગળ કોઈ એક્શન લેતું નથી અને તેનું અપડેટ પ્રેસને આપતું નથી તે વાત એથીય વધુ ગંભીર જણાઈ રહી છે.
દિવા જેવી સ્પષ્ટ વાત છે કે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર 3297 તા.2/6/18 થી 712.98 ચોમી વેચાણ થયો જેમાં વેચાણ આપનાર રૂપાલી ગૌરાંગ દેસાઈ,નેહા ભાવેશ દેસાઈ,રીના ઉલ્કેશ દેસાઈનું નામ કમી કરી વેચાણ લેનાર શ્રી ઉત્કર્ષ હેલ્થ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ કંપની તરફે તેના અધિકૃત ડિરેક્ટર એવા ડો.કલ્પેશ બીપીન ચંદ્ર જોષીનું નામ વલસાડ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલું છે.
આ કોઈ કલ્પના નથી પણ એક સરકારી જગ્યાને વ્યવસ્થિત રીતે વેચી મારવાની પ્લાનિંગ સાથેની હકીકત છે જેની તપાસ કરવાની જવાબદારી હવે તંત્રની છે.
પ્રજાહિત માટે સરકાર તરફથી અપાયેલ આ જમીન પાલિકાનાં સત્તાધીશો પાસેથી નીકળી ને પ્રાઇવેટ વાણિજયક હેતુ માટે ઉપયોગમાં લેવાનો આ ગંભીર મામલો છે જેને સીરીયસ લઈ આ જમીન હવે ખાલસા થાય તે જરૂરી છે.
આજની કિંમતે કરોડો ની બજાર કિંમત વાળી જમીન વેચી મારવાના કેસમાં જવાબદાર ઇસમો આજેપણ બિન્દાસ જણાય રહયા છે આવું કેમ? શુ તંત્ર પગલાં નહિ ભરે? તેવો ફાંકો છે?
ખરેખર તો આવાજ કેસમાં જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તોજ દાખલારૂપી ઉદાહરણ બેસે છે અને લોકામાં તંત્ર ઉપરનો વિશ્વાસ વધુ મજબૂત બને છે ત્યારે આ કિસ્સામાં વલસાડ કલેકટર દ્વારા આ જમીન ખાલસા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.