SIP કેલ્ક્યુલેટર: ભારતીય શેરબજારે ડિસેમ્બરથી માર્ચ સુધી દબાણ દર્શાવ્યું હતું અને આ સમયગાળા દરમિયાન બજારમાં 10% કરેક્શન આવ્યું હતું. જે બાદ ફરી તેજી જોવા મળી હતી અને આજે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 61 હજારને પાર બંધ થયો હતો. એવું માનવામાં આવે છે કે નજીકના ગાળામાં શેરબજાર એક રેન્જમાં ટ્રેડ કરશે. આ અસ્થિરતાને ટાળવાનો સૌથી સ્માર્ટ રસ્તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનો છે. માર્ચમાં ઇક્વિટી ફંડ્સમાં 20534 કરોડનો જંગી પ્રવાહ નોંધાયો હતો. SIPનો આંકડો પહેલીવાર 14 હજાર કરોડને પાર કરી ગયો છે.
જાણો ક્યા ટોપ પરફોર્મિંગ ફંડ્સ છે
હવે રોકાણકારોના મનમાં મોટો પ્રશ્ન એ છે કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં વળતર સારું રહેશે અને જોખમ મર્યાદિત હશે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે ટોપ પરફોર્મિંગ ફંડ્સ હેઠળ ત્રણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરી છે. ચાલો જાણીએ કે આ ફંડ્સનું પ્રદર્શન કેવું છે.
1>>HDFC Flexi Cap Fund – Growth.
2>>Nippon India Multi Cap Fund – Growth.
3>>SBI Equity Hybrid Fund – Growth.
HDFC Flexi Cap Fund – Growth
HDFC ફ્લેક્સી કેપ ફંડની NAV રૂ.1172 છે. આ યોજનાએ 3 વર્ષમાં લમ્પસમ રોકાણ પર સરેરાશ વાર્ષિક 33.84% વળતર આપ્યું છે. SIP કરવા પર સરેરાશ 23% વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલાં રૂ. 10,000ની SIP શરૂ કરી હોત તો આજે તેને રૂ. 5,3,000 મળ્યા હોત. આ ફંડમાં મિનિમમ 100 રૂપિયાની SIP અને ન્યૂનતમ રૂપિયા 100નું રોકાણ કરી શકાય છે.
Nippon India Multi Cap Fund – Growth
નિપ્પોન ઈન્ડિયા મલ્ટિકેપ ફંડના પ્રદર્શન વિશે વાત કરીએ તો, તેણે એકસાથે રોકાણકારોને ત્રણ વર્ષમાં લગભગ 37 ટકાનું સરેરાશ વળતર આપ્યું છે. તેણે ત્રણ વર્ષમાં SIP રોકાણકારોને સરેરાશ 25.62 ટકા વળતર આપ્યું છે. તેની NAV 172.39 રૂપિયા છે. જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલાં રૂ. 10,000ની SIP શરૂ કરી હોત તો આજે તેની પાસે રૂ. 5.23 લાખ હોત. આ સ્કીમમાં ન્યૂનતમ રૂ. 1000ની SIP અને ન્યૂનતમ રૂ. 100નું રોકાણ કરી શકાય છે.
SBI Equity Hybrid Fund – Growth
SBI ઇક્વિટી હાઇબ્રિડ ફંડે એકસાથે રોકાણકારોને ત્રણ વર્ષમાં સરેરાશ 19% વળતર આપ્યું છે. SIP રોકાણકારોને સરેરાશ વાર્ષિક 10.15 ટકા વળતર મળ્યું છે. ત્રણ વર્ષ પહેલા શરૂ કરાયેલી રૂ. 10,000ની SIP આજે રૂ. 4.2 લાખનું ફંડ બનાવશે. NAV રૂ.208 છે. લઘુત્તમ SIP રૂ. 500 અને લઘુત્તમ રૂ. 1000નું રોકાણ કરી શકાય છે.
(ડિસ્કલેમર: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. ભૂતકાળની કામગીરીને ભવિષ્યના વળતરના માપદંડ તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં. આ રોકાણ સલાહની રચના કરતું નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા તમારા નાણાકિય સલાહકારની સલાહ અચુક લો.)